________________
૮૨
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ પરભવિક આય – વેદનાખંડના મેઇન નિદ્રમાળો..” સૂત્રનું વ્યાખ્યાન કરતાં ટીકાકારે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્રનું નીચેનું ઉદ્ધરણ આપ્યું
__ जीवा णं भन्ते ! कदिभागावसेसियंसि याउगंसि परभवियं आउगं कम्मं णिबंधता बंधति ? गोदम ! जीवा दुविहा पण्णत्ता-संखेज्जवस्साउआ चेव असंखेज्जवस्साउआ चेव । तत्थ जे ते असंखेज्जवस्साउआ ते छम्मासावसेसियंसि याउगंसि परभवियं आयुगं णिबंधंता बंधंति । तत्थ जे ते संखेज्जवासाउआ ते दुविहा पण्णत्ता-सोवक्कमाउआ णिरुवक्कमाउआ चेव । तत्थ जे ते णिरुवक्कमाउआ ते तिभागावसेसियंसि याउगंसि परभवियं आयुगं कम्मं णिबंधंता बंधंति । तत्थ जे ते सोवकमाउआ ते सिया तिभागत्तिभागावसेसियंसि यायुगंसि परभवियं आउगं कम्म णिबंधंता बंधंति ।
અર્થ : હે ભગવન્! આયુષ્યનો કેટલો ભાગ બાકી રહે ત્યારે જીવો પરભવિક આયુ કર્મ બાંધે છે? હે ગૌતમ ! જીવો બે પ્રકારના કહેવાયા છે – સંખ્યયવર્ષાયુષ્ક અને અસંખ્યમવર્ષાયુષ્ક. તેમાં જે અસંખ્યયવર્ષાયુષ્ક જીવો છે તેઓ આયુષ્યના છ મહિના બાકી રહે ત્યારે પરભવિક આય બાંધે છે. સંખ્યયવર્ષાયુષ્ક જીવો બે પ્રકારના હોય છે – સોપક્રમાયુષ્ક અને નિરુપક્રમાયુષ્ક. એમાં જે નિરુપક્રમાયુષ્ક જીવો છે તેઓ આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પરભવિક આયુ કર્મ બાંધે છે. જે સોપક્રમાયુષ્ક જીવો છે તેઓ આયુષ્યનો કથંચિત ત્રિભાગ (કથંચિત્ ત્રિભાગનો ત્રિભાગ અને કથંચિત ત્રિભાગ-ત્રિભાગનો ત્રિભાગ) બાકી રહે ત્યારે પરભવિક આયુ કર્મ બાંધે છે. " વર્તમાનમાં પ્રજ્ઞાપના સૂત્રોમાં આવા આશયનું વર્ણન મળે છે. ૨ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્રમાં આ પ્રકારનાં કેટલાંય વર્ણનો માટે “નહીં પUળવણ' આદિ કહી દેવામાં આવ્યું છે.
ચૂર્ણિસૂત્ર – ધવલામાં કષાયપ્રાભૃતની સાથે સાથે ચૂર્ણિસૂત્ર અર્થાત્ કષાયપ્રાભૃતચૂર્ણિનો પણ અહીંતહીં અનેક વાર ઉલ્લેખ થયો છે. કષાયપ્રાભૃતના કર્તા આચાર્ય ગુણધર અને કષાયમામૃતાચૂર્ણિના કર્તા આચાર્ય યતિવૃષભનો નામોલ્લેખ આ પ્રમાણે કરવામાં આવ્યો છે : ૧. પુસ્તક ૧૦, પૃ. ૨૩૭-૨૩૮ ૨. એજન, પૃ. ૨૩૮નું અન્તિમ પાદટિપ્પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org