________________
જમતાં જમતાં પુત્ર અને પુત્રવધૂની નજર એકવાર બાપુજી પર પડી તો એમની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. પણ ખાવાનું છે. : નીચે પડી જતું જોઈને બન્નેના મુખમાંથી ઠપકાના શબ્દો સરી પડ્યા.
ચાર વરસનો પત્ર દ્રવિત હૃદયે મૂંગો મૂંગો રોજનું આ દશ્ય જોઈ રહેતો. છે એક દિવસ પુત્રને લાકડાનો ટુકડો લઈને કાંઈ બનાવતો જોઈ પપ્પાએ પ્રેમથી તેને પૂછ્યું, “બેટા, તું શું બનાવી રહ્યો છે?”
ચાર વરસના દીકરાએ સ્મિત સાથે જવાબમાં કહ્યું, “પપ્પા, કે છે હું તમારા અને મમ્મી માટે લાકડાનો વાડકો બનાવી રહ્યો છું. હું તે મોટો થાઉં ત્યારે એમાં ખાવાનું આપી શકાય.”
પુત્રના આ શબ્દો સાંભળીને મા-બાપ અવાક્ થઈ ગયાં અને ? 0 એમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. કોઈ કાંઈ બોલ્યું નહિ. પણ, એ સાંજે બાપુજીનો હાથ પકડીને પતિ-પત્નીએ એમને સાથે જમવા બેસાડ્યા. પછી તો, બાપુજી રોજ બધાની સાથે જમતા. શાક, નીચે પડી જાય, દૂધ ઢોળાય કે કપડાં બગડે એથી હવે પતિ-પત્નીને છે કાંઈ લાગતું નહિ.
બાળકો ભલે કાંઈ બોલે નહિ પણ જે જોતાં હોય, જે સાંભળતા | તે હોય એની જે અસર એમના મગજ પર પડે એવું એમનું વર્તન * જિંદગીભર રહેવાનું. ઘરનું વાતાવરણ સંસ્કારપ્રેરક હોય તો બાળકો ૨ તે મોટા થઈને પોતાના ઘરનું વાતાવરણ ખુશ રાખે. બાળકના ભાવિન * જીવનની ઈમારતની એક એક ઈંટ રોજ મૂકાતી હોય છે એ સમજુ મા-બાપ ખ્યાલમાં રાખતાં હોય છે.
જ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org