________________
દૈનિક - ભક્તિક્રમ
આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ !!
૭૨
હે જીવ ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા !! નહીં તો રત્ન ચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
હે કામ ! હે માન ! હે સંગઉદય !
હે વચનવર્ગણા ! હે મોહ ! હે મોહદયા !
હે શિથિલતા ! તમે શા માટે અંતરાય કરો છો?
પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ ! અનુકૂળ
થાઓ.
શ્રીમદ્ રાજચંદ્ર
દુર્લભ એવો મનુષ્યદેહ
દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાનીપુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org