________________
૭૦
દૈનિક - ભક્તિમ (સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠા... એ દેશી) અતિ મતિમાન સુર-ગુરુ સરખા જાણે પણ નહિ કહી શકે, કહ્યું કદાપિ વિશાળ ગગનથી જનમનમાં ન સમાઈ શકે; સ્વાનુભવી પણ વિરલા પામે ચિરકાળે જે પૂર્ણ કદા, આત્મતત્ત્વ આશ્ચર્યકારી તે મોક્ષમૂલ જયવંત સદા.... ૧ આત્મા હું છું ભિન્ન અને એ મુજ અનુયાયી કર્મ જુદાં, જીવ કર્મ સંબંધે થાતાં સૌ વિકાર પણ ભિન્ન સદા; કાલ ક્ષેત્ર ઇત્યાદિ જે છે તે મુજથી વિભિન્ન બધાં, નિજ નિજ ગુણ પર્યાયે શોભિત ભિન્ન ભિન્ન હું તેથી સદા. ૨ આત્મતત્ત્વ અભ્યાસ કરે જે ફરિ ફરિ ચિત્તે એ જ ચહે, એ જ કથન, સુવિચાર, ભાવના, અનુભવ તત્પર નિત્ય રહે; અનંત દર્શન જ્ઞાનપ્રમુખ નવ કેવલલબ્ધિથી તે માતા, અક્ષય, અખૂટ, અનંત, સુખમય, સિદ્ધિ પ્રતિ સત્ત્વર જાતા. ૩
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
ક્ષમાપના હે ભગવાન ! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવન્! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા! - તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં,000
Jain Education international