________________
૪૦
દૈનિક - ભક્તિક્રમ
તીવ્ર મોહથી ઊઠતા એવા સર્વ વિકલ્પોને ત્યાગી, રાગ-દ્વેષ વિષવર્જિત એવા સંતો સાચા સુખભાગી.... ૭ ભવિજન ! આ ઘર નારી સુતતન જીવન આદિકને જાણો, પવન પ્રકંપિત ધ્વજવસ્ત્રસમ અતિ ચંચળ સૌને માનો; છોડ ધનાદિક મિત્રોમાં આ મોહ મહા જે દુ:ખદાયી, યુગલ ધર્મમાં પ્રીતિ કરી હવે બહુ કહેવાથી શું ભાઈ? ૮ ભમતાં ભૂરિ ભીષણ ભયાનક આ ભવમાં જીવ નિર્ભય હે ! કાયા સંગે તીવ્ર વેદના, કેટલી વેદી તે તું કહે; વેદનીમૂળ છે સૌ વિષયો એ જાણે છતાં તું મૂઢ મતિ, શાને પ્રતિદિન વિષયસુખમાં રાખે છે અભિમાન અતિ. ૯ ભવ મમતાં પ્રાણીઓએ લક્ષ્મી લાખો વાર લહી, સુખ વિષયોનાં સુરસ્ત્રીસંગે અનુભવ્યાં આવેશ સહી; શાંત થઈ જો ઊં વિચારી હતું ન હતું જે થઈ જાયે, તેને શું સુખ સાચુ કહિયે? દુઃખ સમજુને સમજાયે. ૧૦ મોહતિમિરદળ અભરાય હા! તુજ મતિ ઉપર પથરાયાં, ઇન્દ્રિય ધૂર્તો તુજ ઓથે નિત પોષે નિજ હિત મન માન્યાં; પણ મૂઢ એકાદી જઈને તું સહેશે નિશે નરક ગતિ, છેદન ભેદન આદિ અનંતી વાણી અગોચર પીડા અતિ. ૧૧ રવિ શશિ પવન ને પક્ષી આદિ ઊંચે ગગન વિષે વિચરે, ગાડી ઘોડા આદિ સ્થલચર ભૂમિ માર્ગે ગમન કરે; મીન મગર જલમાં ચાલે પણ યમ તો ચાલે સર્વ સ્થળે, તેથી બચવા મુક્તિ વિના નહિ સ્થાન જગતમાં અન્ય મળે. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org