________________
પ્રથમવૃત્તિએ બે બોલ.. જીવનની પવિત્રતા વધારીને સમતાની સાધના દ્વારા જેઓ આત્મકલ્યાણ માટે દિનપ્રતિદિન પ્રામાણિક પુરુષાર્થ કરી રહ્યાં છે તેવા સાધનારત મુમુક્ષુ ભાઈ-બહેનોના પવિત્ર કરકમલોમાં દૈનિક ભક્તિક્રમ નામની આ પુસ્તિકા અર્પણ કરતાં અમો વિશિષ્ટ આનંદની લાગણી અનુભવીએ છીએ.
આપણા આશ્રમમાં સંતશ્રી આત્માનંદજીના સાન્નિધ્યમાં સાધકો પ્રાત:કાળ અને સાયંકાળની નિત્યભક્તિ આદિ વિધવિધ સાધના આત્મકલ્યાણાર્થે ઉલ્લસિત ભાવથી કરે છે. આ દૈનિક ભક્તિક્રમમાં મંગળાચરણ, ગુરુભક્તિ, પ્રભુભક્તિ, વૈરાગ્યભક્તિ, આત્મભક્તિ, ધૂન, મંત્ર-જાપ, મૌન-ચિંતન, વંદના, પ્રણિપાત - સ્તુતિ અને વિશ્વમંગલની ભાવના એમ સામાન્યક્રમ ગોઠવેલ છે. અનેક આચાર્યો અને મહાજ્ઞાની પુરુષોની આ ઉત્તમ રચનાઓને અઠવાડિયાના દરેક વાર પ્રમાણે જો એક જ પુસ્તકમાં વ્યવસ્થિતપણે અને યથાયોગ્ય અનુક્રમથી ગોઠવી હોય તો સમૂહભક્તિ કરતી વખતે બોલાવનારે પૃષ્ઠસંખ્યા ન બોલવી પડે અને ઝીલનારે પાના ઉથલાવવા ન પડે અને ભક્તિ દરમ્યાન સંપૂર્ણ શાંતિ જળવાઈ રહે અને ચિત્તવૃત્તિ વિશેષ એકાગ્ર તેમજ નિર્મળ બને. આવા આશયથી પ્રસ્તુત સંગ્રહમાં ઉપરોક્ત રીતે ક્રમવાર જ સવાર-સાંજનો સમગ્ર ભક્તિક્રમ અને શાસ્ત્ર- પારાયણાદિ સર્વ પાથેય ગોઠવવાનો પ્રયત્ન કરેલ છે. આશા
Jain Education International
For Private & Zersonal Use Only
www.jainelibrary.org