________________
૨પર
દૈનિક - ભક્તિક્રમ પ્રણિપાત સ્તુતિ (હે પરમકૃપાળુ દેવ !) હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું.
આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગ્રત રહો એટલું માગું છું તે સફળ થાઓ.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
. અંત મંગલ ખામેમિ સવ્ય જીવે, સવે જીવા ખમંતુ મેં; મિત્તી એ સવ્વભૂએસુ, વેરે મઝું ન કેણઈ. ........ ૧ સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો........ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org