________________
૨૩૪
દૈનિક - ભક્તિક્રમ
૭૭. ગુરુ મહારાજને વિનંતી
(રાગ-દેશ. ઢબ-વિમળા નવ કરશો ઉચાટ)
સદ્ગુરુ મુક્ત થવાનો, અપૂર્વ માર્ગ બતાવજો રે; બતાવી ગુપ્ત રહસ્યો, નહિ જાણેલ જણાવજો રે. (ટેક) ગંડુ બની બહુ કાળ ગુમાવ્યો, અથડામણનો પાર ન આવ્યો; લાયકાત ગુરુ નાલાયકમાં લાવજો રે.. . . . સદ્ગુરુ ૧ તિમિર તમામ સ્થળે છવરાયું, હિત-અહિત જરા ન જણાયું; અંધકારમાં પ્રકાશને પ્રગટાવજો રે. .... સદૂગુરુ ૨ દર્દીના છે અનેક દોષો, જડતા સામું કદી નવ જોશો;
વિશાળ દૃષ્ટિ કરીને અમી વરસાવજો રે. . સદ્ગુરુ ૩ ઊર્ધ્વ સ્થાન શુભવૃત્તિ ચડે છે, અનેક વિઘ્નો આવી નડે છે; આ અગવડની સરસ દવા સમજાવજો રે. સદ્ગુરુ ૪ અલગ રહે અકળામણ મારી, નિર્બળતા રહે સદાય ન્યારી; દયા કરી ગુરુ એવી ચાંપ દબાવજો રે. . . સદ્ગુરુ પ અંજન નેત્રે અજબ લગાવો, સત્ય રહસ્ય મને સમજાવો;
શંકા ફરી ઊપજે નહિ એમ શમાવજો રે.. સદ્ગુરુ ૬ જન્મ-મ૨ણ જાયે ગુરુ મારાં, નીકળીને દોષો રહે ન્યારા; ‘સંતશિષ્ય’ને એવું સ્વરૂપ સમજાવજો રે. . સદ્ગુરુ ૭ ૭૮. શાંતિદાયક ધૂન
અજર અમર અવિનાશી આનંદધન,
શુદ્ધસ્વરૂપી મૈં આત્મા હૂં..
Jain Education International For Fate & Personal Use Only
અજર www.jainelibrary.org