SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ ૧૮૫ ગવાર: સાયકાળ ( ૬૨. શ્રી ગુરમાહાભ્ય નમ્ર નિવેદન શ્રી પરમાત્મને નમઃ શ્રી સદ્ગુરુદેવાય નમઃ ભારતીય સંસ્કૃતિમાં સદ્દગુરુનું માહાભ્ય કેટલું છે તે ભારતની ધર્મપ્રિય જનતાને જણાવવાની જરૂર નથી. બધા જ ધર્મના મહાપુરુષોએ સદ્દગુરુની આવશ્યકતા એક અવાજે સ્વીકારી છે. પોતે પણ તે ગુરુપદને સેવીને પોતાનું કલ્યાણ કર્યું છે અને તેવા આત્મનિષ્ઠ ગુરુની આજ્ઞાને સમજવાનો, શ્રદ્ધવાનો અને જીવનમાં ઉતારવાનો પુરુષાર્થ કરી તેવો જ બોધ આપ્યો છે. જેવી રીતે બગીચાને માળીની જરૂર છે, જેવી રીતે ખેતરને રખેવાળની જરૂર છે, જેવી રીતે બાળકને મા-બાપની જરૂર છે, તેવી જ બલ્ક, તેથી અનેકગણી જરૂરત મુમુક્ષુને સદ્દગુરુની છે. ખરેખર વિચારીએ તો મુમુક્ષતા ઉત્પન્ન થવામાં અર્થાત્ પરમાર્થ માર્ગ પ્રત્યે પ્રેમ પ્રગટ થવામાં પણ મનુષ્યને ઘણુંખરું કોઈ સપુરુષનો સમાગમ જ નિમિત્તભૂત બને છે. આમ મુમુક્ષતા ઉત્પન્ન થવામાં, તેનું સંરક્ષણ થવામાં અને તે વર્ધમાન થવામાં શ્રીગુરુનો સમાગમ પરમ ઉપકારી છે. મોક્ષમાર્ગમાં આ પ્રકારે જેમનો અપરંપાર ઉપકાર છે તેવા શ્રીગુરુનું માહાસ્ય દર્શાવનારાં અનેક સુંદર શ્લોકો, ગાથાઓ, પદો વગેરે સમસ્ત ભારતીય વાલ્મમાં દૃષ્ટિગોચર થાય છે. Jain Education International For Private & Personal Use On www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy