________________
૧૨૦
દૈનિક - ભક્તિમાં
મંગળવાર : સાર્યકાળ
કાકા:
RE
૪૧. પરમપદપ્રાપ્તિની ભાવના
(અપૂર્વ અવસર) અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિથ જો? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું ક્વ મહત્પરુષને પંથ જો?.... અપૂર્વ ૧ સર્વ ભાવથી ઔદાસી વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કહ્યું નહીં, દેહે પણ કિંચિત્ મૂછ નવ જોય જો. ...... અપૂર્વ ૨ દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. ...... ... અપૂર્વ. ૩ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપર્યત જો; ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. .... અપૂર્વ ૪ સંયમના હેતુથી યોગપ્રવર્તના, સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org