________________
એક રિ
&:
૧૧૮
દૈનિક - ભક્તિક્રમ હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.
- શ્રીમદ્ રાજચંદ્ર 1 અહો ! અહો ! શ્રી સદગુર' અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર. શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વત્ ચરણાધીન. આ દેહાદિ આજથી, વત પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. ષટું સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવતું, એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત. પરમ પુરુષ પ્રભુ સદ્દગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત.
પ્રણિપાત સ્તુતિ (હે પરમકૃપાળુ દેવ !) હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org