________________
અંતમંગલ
બહુ કાળથી મિયો ચતુર્ગતિ આત્મજ્ઞાન લહ્યા વિના, તન ધન સ્વજન અર્જુન ધનાદિમાં સહ્યાં દુઃખ પાર ના; શાસ્ત્રો ભણ્યો સૌ બહુ રીતે, તપ પણ તપ્યો લલ્લું જ્ઞાન ના, શ્રીમદ્ કૃપાળુ જ્ઞાની ગુરુ વિણ, સ્વરૂપ જાણી ઠર્યો ન ત્યાં. આ જીવનને છે ધન્ય, આ ઘડી ધન્ય આજ કૃતાર્થતા, અમૃત વચનો જ્ઞાની ગુરુનાં, પામી લહી આત્માર્થતા; સત્સંગ સાધક, શ્રેય ઇચ્છક, પ્રતિ વધી પ્રીતિ અતિ, આરાધના ત્યાં ઉર ઉલસી, પ્રેમ પરમાત્મા પ્રતિ. ઉપદેશ બોધ પરિણમી પ્રગટી મુમુક્ષુતા અહીં, શુદ્ધાત્મ-સદ્ગુરુ દેવ-પરમાત્મા પ્રતિ પ્રીતિ બની; વૈરાગ્ય ઉપશમ પ્રગટ પામી વૃત્તિ અંતરમુખ કરું, તો જાણું જોઉં અનુભવું, સહજાત્મ સ્થિરતા ઉર ધરું. એમ સાધતા નિજ સ્વરૂપને, અહીં સરળતાથી જે કહ્યું, ગુરુ જ્ઞાનીનાં ચરણો વિષે તલ્લીનતા ધરી હું રહું; આ સાધના-સોપાન ગ્રંથે, આરોહતા ક્રમથી કરી, ઉપદેશ શ્રી ગુરુઓ તણો, ભાખિયો અહીં ઉર ધરી. વંદું ધરીને પ્રેમ ભક્તિ, શુદ્ધ આત્મદશા વર્યા, પરમાત્મ પદમાં જે ઠર્યા, તે સર્વ જ્ઞાની ગુણ ભર્યા; રે' સ્વપર શ્રેયાર્થે મુમુક્ષુ વૃંદ આદરજો અતિ, આ ગ્રંથ શ્રવણે મનન રિશીલન કરી બહુ બહુ રિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org