________________
પ
હું એક શુદ્ધ, સદા અરૂપી જ્ઞાનદર્શનમય ખરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે. (३०) एको मे शाश्वतो आत्मा ज्ञानदर्शनलक्षणः ।
शेषा मे बाह्या भावा सर्वे संयोगलक्षणाः ॥ મારો સુશાશ્વત એક દર્શનજ્ઞાનલક્ષણ જીવ છે, બાકી બીજા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. (३१) साम्यं मे सर्वभूतेषु वैरं मह्यं न केनचित् ।
आशां नूनं उत्सृज्य समाधिः प्रतिपद्यते ॥
સૌ ભૂતમાં સમતા મને, કો સાથે વેર મને નહીં, આશા ખરેખર છોડીને, પ્રાપ્તિ કરું છું સમાધિની. (३२) निजभावं नाऽपि मुक्षति परभावं न गृह्यति कमपि ।
जानाति पश्यति सर्वं सोऽहमिति चिन्तयेत् ज्ञानी ॥ નિજ ભાવને છોડે નહીં, પરભાવ કંઈ પણ નવ ગ્રહે, જાણે જુએ જે તે જ હું છું, એમ જ્ઞાની ચિંતવે. ( ३३ ) यद् दृश्यं तदहं नास्मि यच्चादृश्य तदस्म्यहम् । अतोऽत्रात्मधिया हित्वा चित्स्वरूपं निजं श्रये ॥
જે દૃશ્ય તે હું સ્વરૂપ નથી, અદૃશ્ય સ્વરૂપ મ્હારું, સ્વ-બુદ્ધિ છોડી આ સૌમાં, નિજ ચૈતન્ય શરણ ગ્રહું. (३४) सिद्धान्तोऽयमुदात्तचित्तचरितैः मोक्षार्थिभिः सेव्यताम्
शुद्धं चिन्मयमेकमेव परमं ज्योतिः सदैवास्म्यहम् । एते ये तु समुल्लसन्ति विविधाभावाः पृथग्लक्षणाः तेऽहं नास्मि यतोऽत्र ते मम परद्रव्यं समग्राऽपि ॥
આ સિદ્ધાંત ઉદાર ચિત્તવાળા અને ઉજ્જવળ ચારિત્રવાળા મોક્ષાર્થીઓએ સેવવા યોગ્ય છે કે હું તો એક શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પરમજ્યોતિ માત્ર સદા છું. આ મારાથી ભિન્ન લક્ષણવાળા જુદા જુદા પ્રકારના (ક્રોધાદિ) ભાવો ઉદ્ભવે છે તે હું (મારું મૂળ સ્વરૂપ) નથી, કારણ કે તે સર્વે મારાથી ભિન્ન એવા પરદ્રવ્ય છે.
(૩૫) વિચાર વિના આત્મજ્ઞાન થાય નહિ, અને અસત્સંગ તથા અસત્ પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત્ માત્ર સંશય નથી.
આરંભ-પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્પ્રસંગનું બળ ઘટે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org