________________
૬ ૧
(१०) दुःखेन ज्ञायते आत्मात्मानं ज्ञात्वा भावना दुःखम्
भावितस्वभावपुरुषः विषयेषु विरज्यति दुःखम् । આત્મજ્ઞાન દુર્લભ છે, જ્ઞાન થયેલાને પણ ભાવના ભાવવી વિકટ છે
અને આત્મભાવના ભાવનારને માટે પણ વિષયોનો ત્યાગ વિકટ છે. (૧૧) સ નિતિં શેઃ સ વિ મુમુક્ષધિઃ |
अनन्यशरणीभूय, तद्गतेनान्तरात्मना । મુમુક્ષુઓએ તેનું જ વિશેષપણે જ્ઞાન કરવું અને તેનું જ ધ્યાન કરવું
અને તન્મય થઈ એક તેનું જ શરણ લેવું. (१२) तत्श्रुतं तच्च विज्ञानं तद्ध्यानं तत्परं तपः ।
अयमात्मा यदासाद्य स्वस्वरूपे लयं व्रजेत् ॥ તે જ સાચું શ્રવણ છે, તે જ વિશેષ જ્ઞાન છે, તે જ ધ્યાન છે અને તે જ મોટું તપ છે કે જેને પામીને આ આત્મા પોતાના (મૂળ)
સ્વરૂપમાં લય પામે. (१३) नात्मध्यानात्परं सौख्यं नात्मध्यानात्परं तपः ।
नात्मध्यानात्परोमोक्षपथो क्यापि कदाचन ॥ આત્મધ્યાનથી મોટું સુખ નથી, આત્મધ્યાનથી મોટું તપ નથી તથા
આત્મધ્યાનથી મોટો મોક્ષમાર્ગ ક્યાંય પણ કદાપિ નથી. (१४) श्रुत्वा मत्वा मुहुः स्मृत्या साक्षादनुभवन्ति ये ।
तत्त्वं न बन्धधीस्तेषामात्माऽबन्धः प्रकाशते ॥ (આત્મ) તત્ત્વનું શ્રવણ કરી, શ્રદ્ધાન કરીને વારંવાર સ્મરણ કરીને જેઓ તેનો સાક્ષાત અનુભવ કરે છે તેઓને બંધ થતો નથી અને
અબંધ આત્મા પ્રકાશ પામે છે. (१५) यः तु आत्मरतिरेव स्यादात्मतृप्तश्च मानवः ।
आत्मन्येव च संतुष्टः तस्य कार्यं न विद्यते ॥ જે મનુષ્ય આત્મામાં જ રતિવાળો છે, આત્મામાં જ તૃપ્ત છે અને આત્મામાં
જ સંતુષ્ટ છે તેને કંઈ કાર્ય કરવાનું બાકી રહેતું નથી. (१६) (अ) उत्तमार्थ आत्मा तस्मिन् स्थिता नन्ति मुनिवराः कर्म
तस्मात्तु ध्यानमेव हि उत्तमार्थस्य प्रतिक्रमणम् ।
(અ) (આ લોકમાં) ઉત્તમ પદાર્થ આત્મા છે, તેમાં સ્થિત ધ્યાનસ્થ મુનિવરો કર્મને હણે છે. તેથી ધ્યાન જ ખરેખર (સાધક)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org