________________
રહ્યો.
ત્યાગી સાધક અથવા સંપૂર્ણ નિવૃત્ત સાધકે ધીમે ધીમે પોતાના સાંજના આહા૨ને ઓછો કરવાની ટેવ પાડવી હિતકર લાગશે, જોકે આ વાત અનુભવ કરવાથી જ પ્રત્યક્ષ થશે કે સાંજનું ભોજન અલ્પ હોવાથી ધ્યાન, ભક્તિ અને ભાવનામાં કેવો ઉત્સાહ રહે છે, કેવી સ્ફૂર્તિ રહે છે અને રાંકલ્પ-વિકલ્પની કેટલી ન્યૂનતા રહે છે. સાંજના સમયે દૂધ અથવા ફળાદિ લેવાથી સ્વયં મિતાહારીપણું આવે છે. જેઓ મહાન સાધક છે તેઓ તો સાંજના ભોજનને સર્વથા છોડે છે. આ પ્રણાલિકા હજુ પણ કોઈ કોઈ જગ્યાએ અને ખાસ કરીને જૈન ત્યાગીઓમાં જોવામાં આવે છે.
૪૫
છેલ્લે નિર્વ્યસનતા બાબત પણ ભૂલવું ન જોઈએ. નાનું પણ વ્યસન હોય તો સાધકને તે પરતંત્ર અને વ્યાકુળ બનાવી દે છે. મોટાં વ્યસન જેવાં કે અફીણ, ગાંજો, દારૂ અને મધ્યમ વ્યસન જેવાં કે તમાકુ, છીંકણી, બીડી અને સિગારેટને છોડ્યા વિના મધ્યમ કક્ષાનું સાધકપણું પણ પ્રગટે નહિ તેથી સાધકે તે સર્વનો અપરિચય કરવો જ યોગ્ય છે.
(૪) અન્ય પ્રવૃત્તિ ઃ
(૪) વેપાર અને નોકરી :
ગૃહસ્થ-વ્યવસ્થામાં રહેતા સાધકને માટે એ જરૂરી છે કે પોતાના કુટુંબીજનોના જીવનનિર્વાહને માટે જરૂરી આવક ન્યાયસંપન્ન ઉદ્યમ દ્વારા ઉપાર્જન કરવી. એક નાનો વર્ગ એવો છે કે જેને જીવનનિર્વાહ માટે કાંઈ પણ ઉદ્યમ કરવાની જરૂર નથી કારણ કે પર્યાપ્તની પ્રાપ્તિ છે તો તેવે સ્થાનકે કારણ વિનાનું રળવાનો ખોટો શોખ ઘટાડી ચિત્તમાં સંતોષ ધારણ કરવો. સાધનાનો સમય ધીમે ધીમે વધારી સત્સંગનો પરિચય કરી આત્મબળ વધારવું.
જેને કમાવું જરૂરી છે તેણે પણ જીવનના દરેક ક્ષેત્રમાં સાદાઈને વધા૨વી અને ખર્ચનો ઘટાડો કરવો જેથી કરીને વધુ કમાવાની જરૂર નહિ રહે. થોડા કલાકના ઉદ્યમથી પણ જીવનનિર્વાહ ચાલે તો વધારે સમય સાધનામાં લગાવી શકાય. ધંધા વેપારમાં, નોકરીમાં કે પોતાનો જે અન્ય વ્યવસાય હોય તેમાં એવી રીતે ન પ્રવર્તવું જોઈએ કે જેથી શરીર ખૂબ જ થાકી જાય કારણ કે અતિશય શારીરિક શ્રમ લેવાથી ધ્યાન માટે જે સ્થિર આસનની જરૂર છે તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org