________________
અધ્યાય પાંચમો
આત્મવિચાર
Baxt
આત્મસાક્ષાત્કાર
ભૂમિકા : આગળના અધ્યાયોમાં દર્શાવ્યાં તે સત્સાધનોને* જેણે પોતાના જીવનની દૈનિક ચર્ચામાં ઉતારવાનો મહાન પુરુષાર્થ આદર્યો છે તેવા સાધકને વિષે ‘આત્મવિચાર' કરવાની સાચી પાત્રતા પ્રગટ થાય છે.
‘આત્મવિચાર’ એ શબ્દનો અહીં વિશાળ દૃષ્ટિથી પ્રયોગ કરવામાં આવ્યો છે. ‘આત્મવિચાર' વડે આત્માનો વિચાર એમ તો સમજવું જ પણ સાથે સાથે તેમાં તેવી સર્વ વિચારધારાઓ પણ સમ્મિલિત કરવી કે જે આત્મવિકાસ સાથે અબાધકપણે રહી શકે. બીજા શબ્દોમાં કહીએ તો, તેવી તેવી સર્વ મનોભાવનાઓ અહીં ગણી લેવી જે પરંપરાએ કે સાક્ષાત્પણે આત્મશુદ્ધિની વૃદ્ધિનો હેતુ થાય. તેથી અહીં ‘આત્મવિચાર' કહેતાં ચિંતન, મનન, નિદિધ્યાસન, ભાવના, ધ્યાન, સ્મરણ, અનુપ્રેક્ષણ, સુવિચારણા, સદ્વિચાર, ધારણા, ભેદજ્ઞાનનો અભ્યાસ વગેરે સર્વને આવરી લેવી, કારણ કે આ બધાય શબ્દો પરમાત્મતત્ત્વના અનુસંધાનની પ્રક્રિયાઓનો વત્તેઓછે અંશે નિર્દેશ કરે છે.
Jain Education International
આત્મવિચાર એ અધ્યાત્મ-જીવનરૂપી મંદિરનું શિખર છે અને આત્મસાક્ષાત્કાર એ મંદિરના કળશરૂપ છે. અધ્યાત્મજીવનની પરમપ્રકર્ષતા આત્મસાક્ષાત્કાર વિના બની શકતી નથી, અર્થાત્ જ્યાં સુધી આત્મસાક્ષાત્કાર થયો નથી ત્યાં સુધી સાધકને સાહજિક ચિત્તપ્રસન્નતા, અંતરની શીતળતા અને વિકારી ભાવો સાથેની તન્મયતા છૂટતી નથી; અને જો આ પળની પ્રાપ્તિ થઈ ન હોય તો સમજવું જોઈએ કે યથાર્થ આત્મસિદ્ધિ પણ થઈ નથી.
આવા ઉપર કહેલા ઉત્તમ ફળને આપનાર ‘આત્મવિચાર’ નામનું ઉત્તમ જે સત્સાધનાનું અંગ, તેની યથાવિધિ સાધના કરવા માટે સાધકમાં પણ તથારૂપ યોગ્યતા જોઈએ એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. શાકભાજીનો વેપાર કરવો હોય તો થોડી મૂડીથી થઈ શકે પરંતુ હીરા-મોતીનો વેપાર કરવો હોય તો તેને માટે મોટી મૂડી વિના ન ચાલી શકે. માટે પ્રથમ, આત્મવિચારની સાધના * સત્સંગ, સ્વધ્યાય, ગુણજિજ્ઞાસા અને પ્રભુભક્તિ.
For Private & Personal Use Only
www.jainelibrary.org