________________
૩૬
સમયે ભક્તને ભગવાનનું સ્મરણ થાય છે. જેવી રીતે જગતમાં લોભીને ઘનનું વિસ્મરણ થતું નથી અથવા કામીને યુવતીનું વિસ્મરણ થતું નથી, તેમ ભક્તને ભગવાનનું વિસ્મરણ થતું નથી. અર્થાત્ કદાચિત્ થઈ જાય તો તરત જ તેને પ્રભુપ્રેમનો વિરહાગ્નિ સ્પર્શે છે અને પ્રભુને પોતાના હૃદયમંદિરમાં પધરાવવા માટે ભક્ત તુરત જ પ્રાર્થના કરવા લાગી જાય છે. આ પ્રમાણે ક્ષણવારનો પણ પ્રભુવિરહ જ્યારે ભક્તને કાંટાની માફક સાલે છે ત્યારે તેની ભક્તિ સારી રીતે પરિપક્વ થાય છે અને તે ભક્તિની પરાકાષ્ઠાએ પહોંચેલો ગણાય છે.
નવધા ભક્તિનું સ્વરૂપ : અધ્યાત્મ-કવિઓએ ભક્તિના નવ જુદા જુદા પ્રકાર બતાવ્યા છે :
श्रवण कीर्तन चितवन, वन्दन सेवन ध्यान ।
लघुता समता एकता नवधा भक्ति प्रमान ॥ અહીં બતાવેલા ભક્તિના આ વિવિધ પ્રકારો એકબીજા સાથે સંબંધિત છે. સાધકની જુદી જુદી કક્ષા, તેની પ્રકૃતિની વિવિધતા, ભક્તિમાર્ગમાં પ્રાપ્ત કરેલી તન્મયતા, સ્વાર્પણની ભાવના અને તેના બાહ્ય સંયોગાદિને અનુલક્ષીને આ જુદા જુદા પ્રકાર વર્ણવવામાં આવ્યા છે. જેને જે પ્રકાર પોતાની શક્તિ-ભક્તિ પ્રમાણે રુચિકર લાગે અને હિતકર લાગે તેમાં તે પ્રવર્તે.
જ્યારે ભક્ત, પૂર્વે થયેલા મહાન ઋષિમુનિઓ અને સંતોએ પોતાના જીવનમાં કરેલી ભક્તિમાર્ગની આરાધના વિષે પ્રેમસહિત સાંભળે છે ત્યારે તે શ્રવણરૂપ ભક્તિનો પ્રકાર કહેવાય છે. કેટલાં કેટલાં દુ:ખો વેઠીને પણ ભક્તોએ નિરંતર પોતાના પ્રભુની નિષ્ઠાથી ભક્તિ કરી છે અને પ્રાણ જવાના પ્રસંગમાં પણ તેઓએ પ્રભુભક્તિનો ત્યાગ કર્યો નથી એટલું જ નહિ પરંતુ આ લોક કે પરલોકના કોઈ પણ સુખની વાંછા વિના કેવી એકનિષ્ઠાથી તન્મય થઈને પ્રભુની ભક્તિ કરી છે એ ઈત્યાદિ પ્રકારે મહાન ભક્તોના જીવનચરિત્રાદિને સાંભળીને પોતાની ભક્તિસાધનામાં નિષ્ઠા વધારતા રહેવું એ શ્રવણભક્તિની વિધિ અને તેનું ફળ છે. ગુરુ ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરની ધર્મસભામાં અને પરીક્ષિત રાજાએ શુકદેવજી પાસે ઘર્મશ્રવણનું પાન કરીને પોતાના આત્માનું કલ્યાણ સાધ્યું હતું.
ઉપરોક્ત પ્રકારે સાંભળેલાં મહાપુરુષોનાં જીવનચરિત્રો અને ગુણાનુવાદને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org