SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ તો ઠીક ઠીક પ્રમાણમાં દેખાય છે અને તે કોઈ અપેક્ષાએ યોગ્ય પણ છે, પરંતુ જ્યારે તે પ્રવૃત્તિથી સાધકના જીવનમાં ઉત્પન્ન થતા લાભ પ્રત્યે દૃષ્ટિપાત કરીએ ત્યારે સખેદ કહેવું પડે છે કે તેનો લાભ નહિવત્ જ જોવામાં આવે છે. પાત્રતાની પૂર્વભૂમિકાનું નિર્માણ નહિ થયું હોવાને લીધે જ આ શ્રવણાદિનું નિષ્ફળપણું થાય છે અને અખા ભગતે કહેલ પેલી જૂની કહેવત ચરિતાર્થ થાય છે કે – “તીરથ કરતાં ત્રેપન ગયાં, જપમાળાનાં નાકાં ગયાં, કથા સુણી સુણી ફૂટ્યા કાન તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.” ગુણસંપાદન માટે સમયપત્રક: આ ગુણસંપાદનના કાર્યમાં એક સમયપત્રક બનાવવું હિતકર અને મદદરૂપ થઈ પડશે. જેમ કે જાન્યુઆરી-ફેબ્રુઆરીના મહિનાઓમાં વિનય અને અક્રોધને સિદ્ધ કરવાનો નિશ્ચય કરવો અને દરરોજ સાંજના સમયે તે કેટલા અંશે સિદ્ધ થયા તેનો અંદાજ કાઢી નિષ્ફળતા મળી હોય ત્યાં પ્રાયશ્ચિત્ત કરી તે દોષ ફરીથી ન થાય તે માટેનો નિર્ણય કરવો. ત્યાર પછીના મહિના એટલે કે માર્ચ-એપ્રિલ મહિનામાં સરળતા અને મધ્યસ્થતા એ ગુણોની આરાધનાનો કાર્યક્રમ ઉપરોક્ત રીતે બનાવવો. પણ અહીં વિશેષ એ છે કે પૂર્વે આરાધના કરી તે વિનય અને અક્રોધ ગુણની આરાધના ચાલુ જ રાખવી. જેમ જેમ નવા ગુણોને આરાધતા જઈએ તેમ તેમ આગળના ગુણોનો અભ્યાસ જારી રાખવો. આ પ્રમાણે અથવા પોતાની શક્તિ પ્રમાણે વધારે અથવા ઓછા ગુણોની સમયબદ્ધ આરાધના ક્રમે કરીને સાધવાથી થોડા કાળની અંદર જીવનમાં અનેક ગુણોની સુવાસ ઊભી થશે, અને આમ થતાં પાત્રતામાં વધારો થઈ શુદ્ધ આત્મજ્ઞાનધારણની ક્ષમતા, જે અત્યાર સુધી પોતાનામાં ન હતી તે આવી જશે. આમ સંક્ષેપમાં વર્ણવેલા આ સગુણોમાં એવું સામર્થ્ય છે કે તે ગુણો સાધકને સંત બનવાની પાત્રતા યોગ્યતા આપે છે. અર્થાત્ એમ કહી શકાય કે આ સદૂગુણો પોતાના જીવનમાં પ્રગટાવ્યા વિના સાધક, સાધક જ રહે છે, સંત બની શકતો નથી. આ પ્રમાણે આત્મજ્ઞાનપ્રાપ્તિમાં જેમની અનિવાર્યતા છે તેવા આ ગુણોને અંતરંગમાં સુનિશ્ચિતપણે વિશેષ ઉત્સાહ અને પ્રયત્નથી સાધકજીવોએ ધારણ કરવા યોગ્ય છે કારણ કે તે જ કલ્યાણરૂપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001284
Book TitleSadhna Sopan
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy