SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ થાકી જઈએ ત્યારે અથવા ધ્યાનમાં ચિત્તની એકાગ્રતા ન થાય તેવે વખતે સ્વાધ્યાયનો આ પ્રકાર ખાસ ઉપયોગી થઈ પડશે. આ પ્રકારના સ્વાધ્યાયમાં જ્ઞાન-ધ્યાન-તપ વૈરાગ્ય-ભક્તિ આદિ અધ્યાત્મસાધનાનાં વિવિધ અંગોમાં પ્રેરણારૂપ થાય તેવાં સર્વચનોનું ઉચ્ચારણ કરવાનું હોય છે. તે ઉચ્ચારણ સ્પષ્ટ શબ્દોમાં એવી રીતે કરવું જોઈએ કે તેથી ઉત્પન્ન થતો ધ્વનિ પોતે પણ સાંભળી શકે અને આજુબાજુના સાધકો પણ સાંભળી શકે. તાત્પર્ય કે તે ઉચ્ચારણ નહિ બહુ ઊંચા અને નહિ બહુ નીચા એવા સ્વરમાં હોવું જોઈએ. આ પ્રકારનો અભ્યાસ, સામાન્ય સાધકથી, જ્યારે પોતે તીર્થયાત્રા કે સત્સંગની ઘનિષ્ઠ સાધના માટે નિવૃત્તિક્ષેત્રમાં ગયો હોય ત્યારે સારી રીતે બની શકે છે. આ સ્વાધ્યાય પોતે એકલો કરી શકે કે પોતાના સહ-સાધકો સાથે પણ કરી શકે. આ પ્રકારના સ્વાધ્યાયનો જેણે થોડા મહિનાઓ સુધી સારી રીતે અભ્યાસ કર્યો છે તેને ચિત્તની નિર્મળતા સહિત ક્વચિત્ રોમાંચ, ક્વચિત અશ્રપાત, ક્વચિત્ ગગદતા અને ક્વચિત ભાવાવેશનો અનુભવ થાય છે જે તેના જીવનને ચિત્તપ્રસન્નતાથી અને સાત્ત્વિક રસાનંદથી તરબોળ કરી દે છે. સ્વાધ્યાયનું માહાભ્ય અને ફળ અતિ પ્રાચીન કાલથી અત્યાર સુધી થયેલા સંતજનો, આચાર્યો અને ધર્મધૂરંધરોએ, એકમત થઈને સ્વાધ્યાયને આત્મસાધનાના અભિન્ન, અત્યંત મહત્ત્વના અને અનિવાર્ય અંગ તરીકે સ્વીકાર્યો છે. સ્વાધ્યાય એ એક એવું તપ છે કે જેમાં અલ્પ અથવા નહિવતુ કષ્ટ છે અને જેમાં જઘન્ય, મધ્યમ કે ઉત્તમ કોઈ પણ કોટિના સાધકો સહેલાઈથી જોડાઈ શકે છે. જેને વાંચતાં ન ફાવતું હોય તે અન્ય પાસેથી સાંભળીને તેનો અર્થ સમજી શકે છે. અને જેને સમજવામાં મુશ્કેલી પડે તેમ હોય તે વિશેષ જ્ઞાની પાસેથી ધીમે ધીમે અભ્યાસ કરવાથી સમજી શકે છે. સ્મૃતિ ઓછી છે તેથી અમને કાંઈ યાદ રહેતું નથી એવું બહાનું કાઢનારાઓને વ્યવહારજીવનની આંટીઘૂંટીવાળી અનેક બાબતો ખૂબ જ સારી રીતે યાદ રહી જાય છે. આમ બનવાનું કારણ એ જ છે કે તેઓએ સ્વાધ્યાયમાં પોતાની રુચિ કેળવી નથી અને અપૂર્વ પ્રેમથી સંતનાં વચનોનો અભ્યાસ કરવાનો ઉદ્યમ કર્યો નથી, નહિ તો નક્કી છે કે પોતાનું જ સહજ સ્વરૂપ સમજાવનારાં સીધાં, સાદા, સરળ અને સુખશાંતિ ઉપજાવનારાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001284
Book TitleSadhna Sopan
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy