SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ સ્થિરતામાં ભંગ ન થાય. આ માટે સ્વાધ્યાયનો ખંડ જુદો હોય અથવા પુસ્તકાલયમાં જો વાંચવાનું બની શકે તો વાચન વધારે સારું થશે અને વાંચેલું સારી રીતે યાદ રહેશે. આધ્યાત્મિક વાચનમાં પુનરુક્તિરૂપી દોષ નથી. ઉત્તમ ગ્રંથો જેટલી વાર વાંચીએ તેટલી વાર બે પ્રકારના લાભ થાય છે. પહેલા વાચનથી જે સમાજમાં આવ્યું હતું તે બીજા વાચનથી પાકું થાય છે અને ફરી ફરી વાંચતી વખતે નવા નવા અર્થો સમજાય છે અને તેથી પોતાની દૃષ્ટિ અને સમજણ વિસ્તાર પામે છે, શાસ્ત્રકર્તા પ્રત્યે બહુમાન જાગે છે અને ચિત્ત પ્રસન્ન થાય છે માટે વધારે અગત્યનાં શાસ્ત્રોનો સ્વાધ્યાય અનેક વાર કરવો જોઈએ. સ્વાધ્યાય માટેના ગ્રંથોની પસંદગી આત્માની ઉન્નતિ અર્થે સ્વાધ્યાયરૂપી તપમાં જોડાવાનું છે, તેથી સાધકે, ગ્રંથોની પસંદગી કરતી વખતે વિશાળ અને સર્વતોમુખી દૃષ્ટિ સહિત નીચેના મુદ્દાઓ ખાસ લક્ષમાં રાખવા : (૧) વૈરાગ્ય અને ઉપશમને પોષક હોય. (૨) વીતરાગતાનું જેમાં માહાભ્ય વર્ણવ્યું હોય. (૩) મતમતાંતરનો આગ્રહ છોડાવે અને વાદવિવાદમાંથી મુક્ત કરાવે તેવા હોય. (૪) આત્માર્થ-આરાધનાની દૃષ્ટિ દૃઢ કરાવે તેવા હોય. (૫) સંસારી જીવોને દીર્ઘ કાળથી કોઠે પડી ગયેલા એવા સ્વચ્છેદ અને પ્રમાદનો નિષેધ કરી નિરંતર આત્મજાગૃતિની પ્રેરણા આપનાર હોય. (૬) સાધકને શાંતરસમાં રુચિ ઉત્પન્ન કરાવી, તેમાં જ દૃઢપણે બુદ્ધિને સ્થિર કરાવી, ચિત્તની ચંચળતાના કારણભૂત એવા આરંભ-પરિગ્રહનું અલ્પત્વ કરવા માટેની આજ્ઞા આપવાવાળા. (૭) સાધકમાં રહેલા અનેકવિધ દોષોનું નિરૂપણ કરી સાધકને દોષોનું સ્પષ્ટપણે દર્શન કરાવનારા. (૮) વસ્તુસ્વરૂપને યથાથપણે દર્શાવી સંશયાદિ અનેક દોષોને ટાળી જ્ઞાનને નિર્મળ કરનારા અને મોક્ષમાર્ગમાં સાધકને સ્થિરતા ઊપજે તેવાં સત્સાધનોનો સ્પષ્ટ નિર્દેશ કરનારા. આવા ગુણોથી અલંકૃત ઉપદેશ જે શાસ્ત્રોમાં આપવામાં આવ્યો હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001284
Book TitleSadhna Sopan
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy