________________
છ પ્રસ્તાવના
જ
શિષ્ટ, સંસ્કારપ્રેરક અને આધ્યાત્મિક સાહિત્ય પ્રકાશિત કરવાની સંસ્થાની ત્રીસ વર્ષની એકધારી પ્રણાલિકા રહી છે; જેના ફળરૂપે નાના-મોટા પ૩ પ્રકાશનો સમાજની સેવામાં સમર્પિત થઇ શક્યા છે. | સંસ્થાના ત્રિદશાબ્દી વર્ષ વિધા-ભક્તિ-આનંદધામના સાર્ધ-દશાબ્દી વર્ષ અને પૂજ્યશ્રીના અમૃત મહોત્સવ વર્ષ નિમિત્તે, જે વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમોનું આયોજન થયું છે. તેમાં નવા ગ્રંથોનું પ્રકાશન પણ સમ્મિલિત છે. પૂજ્યશ્રીને અતિ પ્રિય એવી જિન ભગવાનની પૂજાઓનો આ સંગ્રહ ભક્તમુમુક્ષુઓની સેવામાં સમર્પિત કરતાં અમો સાત્ત્વિક આનંદનો અનુભવ કરીએ છીએ.
આ પ્રકાશન પોતાના તરફથી થાય તેવી પ્રફુલભાઈ લાખાણીના બૃહદ પરિવારની ભાવના સાકાર થઇ રહી છે તેથી તેઓને સાભાર ધન્યવાદ પાઠવીએ છીએ.
તીર્થકર ભગવંતોની અનેક પૂજાઓ ઉપરાંત, ભક્તજનોના ભાવોને ઉલ્લસિત કરનાર અને આરાધનામાં ઉપયોગી દર્શન-વિધિ, વિનયપાઠ, મંગલવિધાન, અભિષેકપાઠ, શાંતિપાઠ તેમજ બીજી અનેક ભક્તિભાવવર્ધક પૂજાઓ, દેવ-શાસ્ત્રગુરુ પૂજા, રત્નત્રય પૂજા, દશલક્ષણપૂજા, સોળકારણ ભાવના પૂજા, ગુરુ પૂજા, સરસ્વતિ પૂજા, આરાધના પાઠ વિવિધ છંદો દ્વારા રસપ્રદ ભાવવાહી પૂજાઓ આ પ્રકાશનમાં સામેલ કરે છે, જેથી ભક્તિ-પૂજા કરનારને ઘણી સામગ્રી એક જ ગ્રંથમાંથી મળી રહે.
અમને આશા અને વિશ્વાસ છે કે ગુજરાતીભાષી ભક્ત-પૂજકો અને આરાધકો આ ભક્તિ-પૂજા-સંગ્રહનો સમીચીન ઉપયોગ કરીને ભગવાને બોધેલા નિત્યક્રમના પૂજના અંગને જીવનમાં આત્મસાત્ કરશે, અને તેના માધ્યમથી પોતાના ભાવોની શુદ્ધિ દ્વારા મોક્ષમાર્ગમાં આગળ વધીને આત્મશ્રેય સાધશે.
- પ્રકાશન સમિતિ
શ્રી રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર
(પૂજ્યશ્રી આત્માનંદજીની ૭૫ મી જન્મજયંતી) વિ.સં. ૨૦૬૧, તા. ૨-૧૨-૨૦૦૫
Jain Educa
al Use Only
www.jainelibrary.org