________________
શ્રી પરમાત્માની સ્તવના
આ રાગ ભીમપલાસ અરિહંત નમો ભગવંત નમો, પરમેશ્વર શ્રી જિનરાજ નમો; પ્રથમ જિનેશ્વર પ્રેમે પેખત, સીધ્યાં સઘળાં કાજ નમો. અ૦૧ પ્રભુ પારંગત પરમ મહોદય, અવિનાશી અકલંક નમો; અજર અમર અભુત અતિશય નિધિ, પ્રવચન જલધિ મયંક નમો. અ૦૨ તિહયણ ભવિયણ જન મનવંછિય, પૂરણ દેવરસાલ નમો; લળી લળી પાય નમું હું ભાવે, કર જોડીને ત્રિકાળ નમો. અo૩ સિદ્ધ બુદ્ધ તું જગજન સજ્જન, નયનાનંદન દેવ નમો; સકલ સુરાસુર નરવર નાયક, સારે અહોનિશ સેવ નમો. અ૦૪ તું તીર્થકર સુખકર સાહિબ, તું નિષ્કારણ બંધુ નમો; શરણાગત ભવિને હિતવત્સલ, તુંહી કૃપારસ સિંધુ નમો. અ૦૫ કેવળજ્ઞાનાદર્ભે દર્શિત, લોકાલોક સ્વભાવ નમો; નાશિત સકલ કલંક કલુષગણ, દુરિત ઉપદ્રવ ભાવ નમો. અ૦૬ જગચિંતામણિ જગગુરુ જગહિતકારક જગજનનાથ નમો; ઘોર અપાર મહોદધિ તારણ, તું શિવપુરનો સાથ નમો. અ૦૭ અશરણ શરણ નિરાગ નિરંજન, નિરુપાધિક જગદીશ નમો; બોધિ દિયો અનુપમ દાનેશ્વર, "જ્ઞાનવિમળ સૂરીશ' નમો. અ૦૮
(૧ – ચંદ્ર, ૨ – દેવત, કલ્પતરુ)
t',
'
,
'
'
અ ' '
.
.
. .
A *
*
. .'' છે'
શા
..
. - - -
- :
કે
.
. #
ક ,
;
:
:
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org