________________
૪૦૬
શ્રી આનંદઘનજીકૃત સ્તવન
જ રાગ સારંગ જ પ્રણમું પદપંકજ પાર્શ્વના, જસ વાસના અગમ અનુપ રે; મોહો મન મધુકર જેહથી, પામે નિજ શુદ્ધ સ્વરૂપ રે. પંક કલંક શંકા નહીં, નહિ ખેદાદિક દુઃખ દોષ રે; ત્રિવિધ અવંચક જોગથી, લહે અધ્યાતમ સુખ પોષ રે. પ્રn૨ દુરંદશા દૂરે ટળે, ભજે મુદિતા મૈત્રી ભાવ રે; વરતે નિત્ય ચિત્ત મધ્યસ્થતા, કરુણામય શુદ્ધ સ્વભાવ રે. પ્રn૩ નિજ સ્વભાવ સ્થિર કરી ધરે, ન કરે પુદ્ગલની ખેંચ રે; સાખી હુઇ વરતે સદા, ન કદી પરભાવ પ્રપંચ રે. પ્ર૦૪ સહજદશા નિશ્ચય જગે, ઉત્તમ અનુભવ રસ રંગ રે; રાચે નહીં પરભાવશું, નિજભાવશું રંગ અભંગ રે. પ્ર૦પ નિજગુણ સબ નિજમાં લખે, ન ચખે પરગુણની રેખ રે; ખીર નીર વિવરો કરે, એ અનુભવ હંસશું પેખ રે. પ્ર૬ નિર્વિકલ્પ ધ્યેય અનુભવે, અનુભવ અનુભવની પ્રીત રે; ઓર ન કબહું લખી શકે, “આનંદઘન’ પ્રીત પ્રતીત રે. પ્ર૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org