SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ | S8 શ્રી દેરાસરની વિધિ નવકારવાળી માળા એ ખૂબ પવિત્ર ચીજ છે. તેને ચરવળામાં ભરાવી રાખવી, ખુલ્લી લટકાવવી કે તુચ્છ અપવિત્ર વસ્તુની ડબ્બીમાં રાખવી એ આશાતના છે. જર્મન સીલ્વર કે શુદ્ધ કપડાંની ઝોળીમાં રાખવી. માળા ગણુતાં વચ્ચે કોઈપણ જાતની વાતો કરવી નહિ. માળા નાભિથી નીચે કે નાકથી ઉપર રાખવી નહિ. જમણા હાથની કોણી પેટની લાઈનમાં બહાર રાખી, માળા હૃદય સામે આવે એ રીતે માળા ગણવી, ડાબે હાથ મેળામાં સ્થિર રાખવા. માળા શરીર કે કપડાંને અડવી ન જોઈએ. માળા ગણ્યા પછી ભંડાર કે પાટલા ઉપર ફેંકાય નહિ, વિનય પૂર્વક પૂજ્ય ભાવે માળાને રાખો. પ્લાસ્ટિકની તથા લાકડાની માળા અશુદ્ધ, તુચ્છ છે. તે માળા અવિધિસરની છે. માળા વિધિપૂર્વક શુદ્ધ ઊચા પ્રકારના સૂતરમાં ગૂંથેલી ગણવી. દેરાસરમાં આપણે સૂતરની માળા મૂકવી જોઇએ. લાખ રૂા. ખરચતા દેરાસરમાં સૂતરની માળા કેમ રાખતા નથી ? સૂતરની માળા સંપાદક પાસેથી મળશે. પ્રતિક્રમણ તથા પસહ વિધિમાં આટલું તો જાણો અને આશાતનાથી બચવું માગુ કરવા જનારે અથવા જ્યારે જ્યારે ઉપાશ્રયમાંથી બહાર જવું પડે ત્યારે ત્રણવાર ‘આવસ્યહી” કહેવી અને અદ્ધર પ્રવેશ કરતા ત્રણવાર ‘નિસીડી’ કહેવી. કામળીને કાળ હોય ત્યારે ગરમ કામળને બરાબર એાઢવી, કટાસણું એાઢવું નહીં, તથા રેશમની કે સુતરની શાલથી જયણા થાય નહિ. માગુ કરવા જનારે પ્રથમ માગું કરવા જવાનું વસ્ત્ર પહેરી, કુંડી પુંજણી વડે ' પુંજીને લેવી. તેમાં માથું કરીને પરઠવવાની જગ્યાએ પ્રથમ કુંડી નીચે મૂકી, નિર્જીવ ભૂમિ જોઈ ને ‘અણુ જાણહ જસુગ્ગહે, કહીને માથું પરઠવવું. પરઠવ્યા પછી પાછી કુંડી નીચે મૂકી, ત્રણવાર સિરે કડી, કુંડી મૂળ જગ્યાએ મૂકી અચિત્ત જળવડે હાથ ધઈ, વસ્ત્ર બદલી, સ્થાપનાચાર્ય સન્મુખ આવવું અને ખમાસમણ દઈને ઈરિયાવહી પડિકમવા. જ્ઞાન અને ભાવ સહિતની ક્રિયા | એકલી સુઠ પિત્ત પેદા કરે, ગોળ એક કફ કરે, સુંઠ અને ગોળ ભેગા કરવાથી પિત્ત અને કફને દોષ દૂર થાય અને નિરોગી થવાય. - આ રીતે શ્રદ્ધા વગરનું જ્ઞાન એકલું અહમ આદિ પેદા કરે અને ઉપયોગ વિનાની ક્રિયા એકલી આળસ-શિથિલતા વગેરે પેદા કરે. શ્રદ્ધાવાળું જ્ઞાન અને ક્રિયા ઉભય ભેગા થવાથી આ થતા દેને નાશ કરી સંસારને જન્મ-જરા-મરણને રોગ દૂર કરી, ભાવ આરોગ્યને પેદા કરી મુક્તિને પામી શકાય છે. ચો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001261
Book TitleDerasarni Vidhi
Original Sutra AuthorN/A
AuthorShasan Seva Samiti
PublisherShasan Seva Samiti
Publication Year1987
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy