________________
જયઉ સવષ્ણુ સાસણ
શ્રી દેરાસરની (જિન દાન-પૂજા ) વિધિ, માર્ગ શિકા પ્રભાવના માટે ઉત્તમ પુસ્તિકા
આ પત્રિકા પવિત્ર જગ્યાએ કે ઢેરાસરમાં મૂકવા વિનતિ છે અથવા પરસ્પર વાંચવા આપી ફેલાવા કરશેાજી. રાજ થાડું લખાણ દેરાસરના બ્લેક ખેડ ઉપર લખવા વિન`તિ છે. પ્રકરણ ૧ થી ૪
(૧) ‘જિન પડિયા જિન સારખી’ શ્રી જિન પ્રતિમાને સાક્ષાત્ પરમાત્મા માની વિધિ બહુમાન પુર્વક દર્શન-દન-પૂજન કરવાથી પાઞરમાંથી પરમ (શ્રેષ્ઠ) આત્મા બનાય છે. ઉપસર્યાં નાશ પામે, અતરાયા દૂર થાય, ધર્માદિગુણ વૃદ્ધિ થતાં, શીધ્ર શાશ્વત સુખની સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ક્રમવાર વિધિ ટૂંકમાં :–
(૨) શ્રી જિન દર્શન પૂજનાદિનુ ફળઃ-ઘેરથી નીકળી મૌનપણે જીવ રક્ષાની કાળજી રાખી, દેરાસરે જનાર, રસ્તામાં કાઇ સાંસારિક વાત અથવા વિચાર ન કરનાર, પ્રભુદર્શનના શુભ ભાવવાળે, નિર્મળ, પવિત્ર, કરુણામય મનવાળે આત્મા નીચે જણાવેલ ફળ જરૂર પામી શકે છે, અહી તે મધ્યમ ફળ કહ્યુ છે. ઉત્કૃષ્ટભાવ આવી જાય તે ઉત્કૃષ્ટ ફળ કેવળજ્ઞાન તથા મેાક્ષ મળી શકે છે. દેરાસરે જવાની ઇચ્છા થાય ત્યાં ૧ ઉપવાસનું ફળ મળે છે. દેરાસરે જવા ઊઠો ત્યાં ૨ ઉપવાસનું ફળ મળે છે. દેરાસર જવા માંડા ત્યાં ૩ ઉપવાસનું ફળ મળે છે. દેરાસર તરફ ડગલુ ભરી ત્યાં ૪ ઉપવાસનું ફળ મળે છે. દેરાસરના રસ્તે ચાલતાં ૫ ઉપવાસનું ફળ મળે છે, દેરાસરનાં પગથિયાં ચઢતાં ૧૫ ઉપવાસનું ફળ મળે છે. દેરાસરમાં જિન મૂર્તિનાં દર્શન કરતાં ૩૦ ઉપવાસનું ફળ મળે છે. તેવી રીતે પ્રદક્ષિણા દેતાં ને પૂજન કરતાં અનેકગણુ ફળ મળે છે. (૩) અંધારામાં કે વહેલી પરોઢે દેરાસરમાં પૂજા થાય નહિ, પાણી ગળાય નહિ કે કાજો કઢાય નહિ. કીડી કે ઝીણી જીવાત દેખાય અને દિવસના પ્રકાશથી ઊડી જાય તેટલુ અજવાળું થાય ત્યારે દેરાસરે જવું. ચાગ્ય ગણાય. રાત્રિ ભાજનની જેમ રાત્રિ પૂજા થાય નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org