________________
દર્શન પદ સ્વિકારે દૂર મિથ્યાત્વ કરે; - નિજ જનમ સુધારે કુગતિને નિવારે. નિજ મન થિર લીજે જ્ઞાનમાં મોહ કીજે;
ચરણ પદ લહીજે મેહ માયા તજી જે; તપ પદ પ્રણમીજે મુકિત રામ લહજે; - કુશલચંદ્ર નમીજે દીપચંદ્ર સ્તવીજે.
નવપદ સ્તુતિ નવપદ નિત સેવું પ્રગટે મંગલ માલ,
આરાધી પામ્ય સુખ સંપદ શ્રીપાલ, ભવબંધન તુટે, મનવંછિત સુખ થાય,
નવપદ મહિમાથી સંકટ દુર પલાય અરિહંત પ્રથમ પદ, તીર્થકર સુખકાર,
શ્રી સિદ્ધ નમીજે, આઠ ગુણે મને હાર, આચારજ દયા, ગુણ છત્રીસ સુહાય,
પચવીસ ગુણ રાજીત, નમીયે થી ઉપજાય સાધુ ગુણ સત્યાવીશ. થકી સહંત,
દશનને શાને ચરણ અતિ ઉલસંત, તપ બારે ભેદે, કરે કર્મની હાણ,
તપ આતમ પામે, અક્ષય પદ નિર્વાણ એ નવપદ ધ્યાને પ્રગટે પરમ નિધાન,
દુર્ગતિના દુખે, લે ધનિત ધ્યાન, મંગલપદ દાયક, કુશલચંદ્ર ગુરૂરાય,
દીપ ભક્તિ વધારી દેવ નમે તસ પાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org