________________
-
વિદ્વત્યુલમંડન મુનિરાજ શ્રી જયસુંદરવિજયજી – એ સૌ આ શ્રુતસેવામાં સહભાગી બન્યા છે તેથી પ્રસન્નતા અને ધન્યતા અનુભવું છું.
આ ગ્રંથના મુદ્રણમાં શ્રી રોહિતભાઈ કોઠારીની લાગણીભરી માવજત ભળી છે અને તેથી આ પ્રકાશન આ રૂપે સુંદર-સુઘડ થઈ શક્યું છે.
કારતક શુ.૧૦, સં.૨૦૫૫ જૈન ઉપાશ્રય, આંબાવાડી,
અમદાવાદ.
શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિશિશુ પ્રદ્યુમ્નસૂરિ
પ્રથમ આવૃત્તિમાંથી)
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ – મૂળની તથા બાલાવબોધ સહિતની ઘણી પ્રતો ઘણા ભંડારમાં મળે છે. પણ અમદાવાદ ડેલાના ઉપાશ્રયના ભંડારમાં પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજના હાથે લખેલી પ્રત મળી, વળી એ પ્રતના પૂજ્યપાદશ્રીનાં અક્ષરનાં દર્શનથી તેઓશ્રીની કલમનો પ્રવાહ કેવો ધસમસતો ચાલતો હશે તેનો અંદાજ આવ્યો, કલમ જાડી થાય, અક્ષરો ઝાંખા થાય તોય લખાણનો સ્રોત ચાલુ રહે – અસ્ખલિત ચાલુ રહે, તેમાં તેઓને પ્રાપ્ત થયેલો વરદાયિની સરસ્વતીનો કૃપાપ્રસાદ પ્રત્યક્ષ થાય છે.
1
બાલાવબોધ ગુજરાતીમાં રચાયો છે છતાં ગ્રંથકારનું નિરૂપ્યમાણ વિષયની સાથે કેવું તાદાત્મ્ય છે કે વચ્ચે વચ્ચે પ્રતિપાદ્ય વિષયને સ્પષ્ટ કરવા વિષયને અનુરૂપ તેવી સંસ્કૃત પંક્તિઓ સહજભાવે આવી ગઈ છે. ઉદા. પૃષ્ઠ ૨૨, ૩૩, ૪૪, ૪૫, ૪૬, ૪૭.
બાલાવબોધમાં દશવૈકાલિક સૂત્ર, સૂયગડાંગસૂત્ર, વિશેષાવશ્યક ભાષ્ય, વગેરે આગમગ્રંથો, યોગવાશિષ્ઠ, ન્યાયકુસુમાંજલિ, કિરણાવલી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org