________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ
કારણરૂપ છે. પાંચ મહાભૂત (આકાશ, વાયુ, તેજ, જલ અને પૃથ્વી) અને ૧૧ ઇન્દ્રિય (શ્રોત્ર, ત્વચા, નેત્ર, જિવા અને ઘ્રાણ એ પાંચ જ્ઞાનેન્દ્રિય; વાણી, હાથ, પગ, ગુદા અને ઉપસ્થ એ પાંચ કર્મેન્દ્રિય અને મન) એ સોળનો સમૂહ વિકૃતિરૂપ જ છે કેમકે એ અહંકારાદિના કાર્યરૂપ છે પણ કોઈના કારણરૂપ નથી. ચેતન તે પ્રકૃતિ પણ નથી કે વિકૃતિ પણ નથી, એ કોઈનું કારણ પણ નથી કે કોઈનું કાર્ય પણ નથી, એ ફૂટસ્થ ચૈતન્યરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
૭૧
www.jainelibrary.org