________________
સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ
૬૫
હું જાણું એ કરણી કરું, એ ત્રિસું અંશિ માનઇ ખરું. પણિ તે સરવ ભરમની જાતિ, જાણઈ શુદ્ધ વિવેકહ
ખ્યાતિ ! ૪૮ | હું – આત્મા, જાણું ઘટાદિક, એ કરણી ગમનાદિરૂપ કરું, એ ૩ અંશે જીવ ખરું કરી માનઈ, પણિ તે સર્વ પ્રતિબિંબ ભ્રમની જાતિ છઠ 1 વિવેકખ્યાતિ કપ્રકૃતિપુરુષાન્યતાબુદ્ધિ જેહનઈ હુઈ હોઈ તે શુદ્ધ કેવલાત્મસ્વરૂપ જાણઈ || ૪૮ ||
હું બુદ્ધિ પોતે જ, તે આત્મા, હું આત્મા ઘટાદિકને જાણું છું, હું ગમનાદિક ક્રિયા કરું છું – આ ત્રણે વસ્તુ જીવ ખરી માને છે, પણ એ પ્રતિબિંબજન્ય ભ્રમના પ્રકાર છે. વિવેકખ્યાતિ એટલે ભેદનું જ્ઞાન – પુરુષપ્રકૃતિ(બુદ્ધિ)ના એકબીજાથી જુદાપણાનું જ્ઞાન જેને થયું છે તે શુદ્ધ કૈવલ આત્માના સ્વરૂપને જાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org