________________
૫૬
સમ્યકત્વ પટ્રસ્થાન ચઉપઈ
શ્રાંતિ મિટઇ ચિતમાન અગાધ, કરતા નહિ પણિ સાખી સાધા વ્યવહારોં કરતા તે હોઉ, પરમારથ નવિ બાંધ્યો કોઉ II ૪૨ ||
તે ભાંતિ મિટ્યાં સિદ્ધયોગીનઈં ન પ્રવૃત્તિ ન નિવૃત્તિ છઇં, અગાધ – નિતરંગ ચેતનવિલાસમાત્ર છઇં તે દશાઈં સાધુ કરતા નથી પણિ સાખી છઈ વ્યવહારૐ – લોકપ્રતિભાસઇં તે કત થાઓ પણિ પરમાર્થઇં કોઈ બાંધ્યો નથી ૪૨ //
ભ્રાંતિ દૂર થતાં સિદ્ધ યોગીને અગાધ – સંકલ્પવિકલ્પાદિ તરંગોથી રહિત ચેતનવિલાસ માત્ર હોય છે, તેને પ્રવૃત્તિ કે નિવૃત્તિ કશું નથી હોતું. આ દશામાં એ સાધુ કર્તા નથી, પણ સાક્ષીમાત્ર હોય છે. વ્યવહારદષ્ટિએ તે કર્તા ભાસે છે, પણ પરમાર્થતઃ જીવ બંધાયેલો હોતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org