________________
સમ્યકત્વ પસ્થાન ચઉપઈ
૩૭
ખલપિંડીનઈ માણસ જાણિ પચઇ તેહનાં ગુણની હાણિT નરર્તિ ખલ જાણઈ નવિ દોષ કહિઓ બુદ્ધનિ તેહથી
પોષ II ૨૬ II. મનપરિણામ પણિ આજ્ઞાયોગઇં જ પ્રમાણ છ0 | તુહે ઇમ કહો છો જે ખલપિંડીન માણસ જાણીનઈ કોઈ પચઈ તેહનઈં ઘણી હાણી હોઇં, જે માટિ મનુષ્ય હણવાનો ભાવ થયો / નરનઈં ખલપિંડી જાણ્યઈ થકઈ જો કોઈ પચઈ તો દોષ નથી, જે માર્ટિ તિહાં મનુષ્ય હણવાનો અધ્યવસાય નથી ! તે પિંડ પરિણામશુદ્ધ થયો, તેણઈ કરી બુદ્ધનઈં પારણું કરાવીઈ પોષિએ તો સૂઝઈ ઉક્ત ચ –
પુરિસં ચ વિધૂણ કુમારગે વા સૂલમ્મિ કેઈ પયઈ જાયતેએ ! પિન્નાગપિંડ સઇમાહિત્તા બુદ્ધાણં તે કપૂઈ પારણાએ II
(સૂયગડસુય ૨, ૪-૬, ૨૮) | ૨૬ ||
વળી મનના અધ્યવસાયની બંધ-મોક્ષના કારણ હોવામાં જે પ્રધાનતા કહી છે તે શાસ્ત્રાજ્ઞાને અનુસરીને જ પ્રમાણ માનવાની છે. (અર્થાત જે-જે બાબતોને અનુલક્ષીને શાસ્ત્રજ્ઞા છે તે તે બાબતોમાં જ પ્રમાણ માનવાની છે, સ્વેચ્છાએ જે-તે બાબતમાં પ્રમાણ માનવાની નથી. તમે એમ માનો છો કે ખોળના પિંડને માણસ ગણીને કોઈ રાંધે તો તેને ઘણો દોષ લાગે છે કેમકે ત્યાં મનુષ્ય હણવાનો ભાવ થયો, પરંતુ માણસને ખોળનો પિંડ સમજીને કોઈ રાંધે તો એમાં દોષ થતો નથી કેમકે ત્યાં મનુષ્ય હણવાનો સંકલ્પ નથી. તે પિંડ પરિણામશુદ્ધ છે અને તેનાથી બુદ્ધને પારણું કરાવીએ, એમનું પોષણ કરીએ તો એ શુદ્ધ – એમને વાપરવા યોગ્ય જ ગણાય.
Jain Education International
For Private & Personal Use Only -
www.jainelibrary.org