________________
સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ
૧૩૭
જ્ઞાનીશું દીઠું તમ જાણિ, દીઠાં ભવમાં વૃદ્ધિ ન હાણિT કાયાકષ્ટ કરો સું ફોકક્રિયા દેખાડી રેજો લોક / ૧૦૨ |
જિમ જ્ઞાનીશું દીઠું છઈ તિમ થાઈ છઈ' ઈમ નિશ્ચય કરી જાણિ દીઠાં ભવમાંહિં વૃદ્ધિહાનિ નથી ! દીઠાથી કઈં ઓછો અધિકો ન થાઈ તો ચૂં કાયાકષ્ટ કરો છો ? ફોકછે ક્રિયા દેખાડીનઈં લોકનઈ રંજો છો ? કષ્ટ કરસ્યઈ તેહનઈં, નહી કરઈ તેહનઈ પણિ જ્ઞાનીઇ ભવ દીઠા છઈ તેટલા જ હુસ્મઈ / ઉક્ત ૨ સિદ્ધસેનીય નિયતિકાત્રિશિકાયામ -
જ્ઞાનમવ્યભિચારે ચેજિનાનાં મા શ્રમ કૃથાઃ | અથ તત્રાપ્તનેકાન્તો જિતાઃ સ્મઃ કિં નુ કો ભવાન્ II
(૧૬/૧૬) || ૧૦૨ ||
(સર્વજ્ઞ) જ્ઞાનીએ જેવું (સર્વનું ભવિષ્ય) દીઠું હોય તેવું જ થાય છે એમ નિશ્ચિતપણે જાણો. (સર્વજ્ઞ) જ્ઞાનીએ મુક્તિ પામતાં પહેલાં જેના જેટલા ભવ જોયા હોય છે તેમાં કંઈ વધઘટ થતી નથી, તો કાયાકષ્ટ શા માટે કરો છો? ફોગટ ક્રિયા દેખાડીને લોકોનું રંજન શા માટે કરો છો? કાયાકષ્ટ કરશે તેને અને નહીં કરે તેને પણ (સર્વજ્ઞ) જ્ઞાનીએ જોયા હશે તેટલા જ ભવ થશે. સિદ્ધસેનની નિયતિદ્વત્રિશિકામાં કહ્યું છે કે “જિનોને (તમારા ભવોનું થયેલું જ્ઞાન જો યથાર્થ હોય તો શ્રમ – કષ્ટ ઉઠાવો નહીં જિનોનું જ્ઞાન પણ સર્વથા યથાર્થ નથી પરંતુ અમુક અપેક્ષાએ યથાર્થ છે અને અમુક અપેક્ષાએ અયથાર્થ છે એમ કહેશો તોપણ અમે જ જીત્યા. (કેમકે, પછી, કેવલીએ કહેલી જ્ઞાનાદિ દ્વારા મોક્ષની સિદ્ધિની વાત પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org