________________
૧૨૦
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ
તરતમતા એહની દેખીઇ, અતિપ્રકર્ષ તે શિવ લેખીઇ । દોષાવરણતણી પણિ હાણિ, ઇમ નિશેષ પરમપદ જાણિ II
૮૮
એહ શમસુખની તરતમતા ઉત્કષપકર્ષ દેખિઇ, જે અતિપ્રકર્ષ તે શિવ – મોક્ષ લેખવિઇ ! દોષાવરણની હાનિ પણિ તરતમભાવઇ છઇ, જે નિઃશેષ તે પરમપદ જાણિ । ઉક્ત ચ
દોષાવરણયોíનિર્નિઃશેષાસ્ત્યતિશાયનાત્ ક્વચિદ્ યથા સ્વહેતુભ્યો બહિરન્તર્મલક્ષયઃ ॥
ઇતિ અષ્ટસહામ્ (પરિચ્છેદ ૧, શ્લો. ૪) દુ:ખાભાવથી પણિ સુખ જ સિદ્ધનઇ કહવું || ૮૮ ||
જુદાજુદા જીવોમાં શમસુખનું ઓછાવત્તાપણું જોવા મળે છે. તો એનો અત્યંત પ્રકર્ષ હોય એ સ્થિતિ પણ કલ્પી શકાય. એ જ મોક્ષ. રાગાદિ દોષો ને કર્મરૂપ આવરણની હાનિ – એમનો હ્રાસ પણ ઓછોવત્તો હોઈ શકે છે. એ હાનિ સંપૂર્ણ હોય એવી સ્થિતિની પણ કલ્પના થઈ શકે. તે જ પરમપદ, મોક્ષ. કહ્યું છે કે, “બહારના અને અંદરના મેલનો ક્ષય એ માટેનાં સાધનોથી દૂર થાય છે એમ રાગદ્વેષાદિ દોષો અને કર્મરૂપી આવરણનો ક્ષય, વધતાંવધતાં ક્યાંક સંપૂર્ણ થતો જોવા મળે છે.”
સિદ્ધને દુઃખના અભાવથી પણ સુખ છે એમ ગણવાનું છે.
૧. તરતમઇ ભાવઇ પુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org