SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ ષટ્રસ્થાન ઉપઈ ૫ વ્યવહારિક આભાસિક ગણઈ યોગી તે છે ભ્રમ-અંગગણઈ [અંગણUJI યોગિ અયોગિ શરીર અશેષ, સ્યો વ્યવહાર આભાસવિશેષ ! જે યોગી વ્યાવહારિક પ્રપંચનઈ આભાસિક ગણઈ છઈ તે ભ્રમગૃહનઈં અંગણ રમઈ છઈ ! અન્યનઈ અન્ય કરી જાણવું તેહ જ ભ્રમ 1 યોગીનું શરીર તે આભાસિક, અયોગીનું શરીર તે વ્યાવહારિક કથનમાત્ર, સદેશપરિણામ જ દિસઈ છઈ / તેણઈ કરી જે એહવું કહઈ છઈ જ્ઞાનીનઈ ક્રોધાદિક ભાવ છઈ તે આભાસિક ગુંજાપુંજવલિસમાન, તે સર્વ નિરસ્ત કરિઉં જાણવું. કર્માનિત ભાવ તે સત્ય જ છઈ, નહી તો ક્ષુધાતૃષાદિભાવ પણિ સર્વ જૂઠા થાઈ તે તો પ્રત્યક્ષ વિરોધ || ૭૦ || જે યોગી જગપ્રપંચને વ્યાવહારિક નહીં પણ આભાસિક ગણે છે, તે યોગી ભ્રમરૂપી ઘરના આંગણામાં રમે છે. તાત્પર્ય કે એ ભ્રમ સેવે છે. એકને બીજું કરી જાણવું તે જ ભ્રમ. તત્ત્વજ્ઞાન પામેલા યોગીનાં સર્વ કર્મો ભસ્મસાત્ થવાથી એનું શરીર રહેતું નથી, શરીર દેખાય છે તે આભાસિક છે, જ્યારે અયોગીનું શરીર વ્યાવહારિક છે એ પણ કહેવાની વાત છે, સત્ય નથી કેમકે બન્ને શરીર એકસરખાં પરિણામવાળાં છે. એમાં વ્યવહાર અને આભાસ એવા કોઈ વિશેષો નથી. તે જ રીતે, એમ જે કહેવામાં આવે છે કે જ્ઞાનીમાં ક્રોધાદિક ભાવો દેખાય છે તે પણ, ચણોઠીઓનો ઢગલો અગ્નિ સમાન ભાસે ૧. અન્યત્ર “અંગણાં' મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy