________________
૨
- વિધિ સહિત નીચા કરવાના નથી. ભીંત કે થાંભલાને ટેકો લેવાનું નથી અને દૃષ્ટિ આડી અવળી કરવાની નથી તે ધ્યાનમાં રાખવું. એ વખતે બીજાની સાથે વાત કરવાની હોતી નથી. પગ ઊંચા નીચા કરવાની મનાઈ છે. પર્વતની માફક સ્થિર બની કાઉસ્સગ્ન કરવાનું છે. મુખ્ય ગુરુમહારાજ કાઉસગ્ગ પારી લે પછી જ ધીરેથી “નમો અરિહંતાણું” બોલવા પૂર્વક કાઉસ્સગ્ગ પાળવાન હોય છે. તે પહેલાં પાળવાને હોતો નથી. માટે પાળવામાં ઉતાવળ ન થવું. કાઉસગ્ગમાં સંખ્યાની ધારણા માટે આંગળીના વેઢા ગણવાના નથી હોતા. આ માટે હૃદયમાં નવ ખાનાનાં અષ્ટદલ કમલની કલ્પના કરી તે ઉપર સંખ્યાની ધારણા કરવી. વધુ સમજણ માટે ચિત્રો અને તેની સાથેની સમજ વાંચે
મરછર આદિને ઉપદ્રવ થાય તો પણ સહન કરવાનો છે કારણ કે કાયાની મમતા મૂર્છા ઉતારવા માટે તે આ મહાન ક્રિયા કરવાની છે. વળી સંવરછરીના ૪૦ લેગસના કાઉસગ્ગમાં છીંક ન ખવાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે.
કાઉસગ્ગ પાર્યા પછી બીજાઓ હજુ કાઉસ્સગ્ગ કરતા હોય ત્યારે પારનારાઓએ મૌનપૂર્વક ખૂબ જ શાંતિ જાળવવાની છે. અરવલે હોય શક્તિ હોય તો પ્રતિક્રમણ ઊભા ઊભા કરવું છે. છેવટે જેમ ગુરુ આદેશ કરે તેમ કરવું.
કાઉસ્સગ્ગ ઊભા કે બેઠા કેવી રીતે કરવો તે માટે જુઓ ચિત્ર. ૩
મુહપત્તી પડિલેહણ કેમ કરવું
જ્યારે “અહ-કાય કાય” રૂપ સુગુર વાંદણું લેવાના આવે ત્યારે વાંદણ પહેલાં મુહપત્તી અવશ્ય પડિલેહવાની આવવાની જ. કારણ કે ગુરુવંદન વખતે શરીરના જે જે અવયે કામમાં લેવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org