________________
- સ્વ. ગચ્છાધિપતિ - આચાર્ય વિજયનંદનસૂરિશ્વરજી મ.સા.નું પુણ્યસ્મરણ धर्मज्ञो धर्मकर्ताच, सदा धर्मपरायणः सत्वेभ्यो धर्मशास्त्रार्थ, देशको गुरुरुप्यते ॥१॥
(ધર્મ રવપ્રકરણ) ધર્મના જ્ઞાતા, ધર્મના કતા, સદા ધર્મપરાયણ અને જીવોને હંમેશાં ધર્મ ઉપદેશ કરનાર હોય તે ગુરુ કહેવાય છે. આ સાહિત્ય સંગીત કલા અને ધર્મ એ સર્વક્ષેત્રો માનવ જીવનને સ્પર્શે છે. જીવન એટલે માનવ જીવન. જીવન જીવનાર વ્યક્તિના આઘાત પ્રત્યાઘાતો, સંવેદનાઓ, વિશિષ્ટ ગુણો વગેરેનો મનુષ્ય પર પ્રભાવ પડે છે. તેમાંય ગુરુ જેવા ઉચ્ચ કોટીના ગુરૂણા ગુરુનું જીવન માત્ર પોતાના શિષ્યવંદને નહિ પણ સમગ્ર માનવ સમાજને સ્પર્શીને વ્યક્તિત્વ વિકાસમાં માર્ગદર્શક બને છે એવા પરમોપકારી ગુરુ ભગવંત શ્રીનંદનસૂરિ મ.સા. નો મિતાક્ષરી પરિચય ધર્મપ્રેમી ને ગુરુભક્તિકારક ભક્તોને જીવનમાં પાથેયરૂપ બને તેમ છે. ન્યાય વાચસ્પતિ શાસ્ત્રવિશારદ કવિરત્ન આ. નંદનસૂરિની જન્મભૂમિ સૌરાષ્ટ્રની ખમીરવંતી ભૂમિ બોટાદ છે. પિતાશ્રી હેમચંદભાઇ અને માતૃશ્રી જમનાબાઈના પનોતાપુત્ર નરોત્તમભાઇ. જન્મદિવસ સંવત ૧૯૫૫ ના કારતક સુ. ૧૧. બાલ્યાવસ્થાથી કુટુંબના ધાર્મિક સંસ્કારોનું સિંચન થયું અને પંચપ્રતિક્રમણ જીવ વિચારનો અભ્યાસ કર્યો.
સંવત ૧૯૬૬માં શાસન સમ્રાટ વિજય નેમિસૂરિશ્વરજી મ.સા. બોટાદમાં પધાર્યા અને એમના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને વાણીથી વૈરાગ્યવાસિત બનીને સંયમ સ્વીકારવા માટે ઉત્કટ ભાવના પ્રગટ થઈ. દીક્ષા ગ્રહણ કરવા માટે માતાપિતાની સંમતિ મળી શકે તેમ ન હતી એટલે ગૃહત્યાગ કરીને ૧૬ વર્ષની વયે અમદાવાદ પાસેના વળાદ ગામમાં પ્રતાપવિજયજીની નિશ્રામાં દીક્ષા અંગીકાર કરીને વિજય ઉદયસૂરિના શિષ્ય તરીકે નંદનવિજય નામાભિધાન કરવામાં આવ્યું. “પુત્રનાં લક્ષણ પારણામા'ની કહેવત અનુસાર નંદનવિજયની કુશાગ્ર બુધ્ધિ ને રત્નત્રયી આરાધનાનો પ્રચંડ પુરુષાર્થ એમના વ્યક્તિત્વના વિકાસમાં અભૂતપૂર્વ ગણાય છે. કાવ્ય, સાહિત્ય, ન્યાય, દર્શન શાસ્ત્ર, આગમ, જ્યોતિષ અને શિલ્પ જેવા વિવિધ વિષયોનો અભ્યાસ કરીને બહુમુખી પ્રતિભાની સાથે અસાધારણ બુધ્ધિનો પરિચય આપ્યો. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો અભ્યાસ કરીને જ્ઞાન માર્ગના પ્રખર અભ્યાસી બન્યા હતા.
પૂ.શ્રીની વિદ્વત્તા અને ગુરુભક્તિથી શાસન સમ્રાટનેમિસૂરિ મ.સાહેબે પ્રસન્નતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org