________________
કસીદા જેવી રચનાઓની દષ્ટિએ વિચારીએ તો જૈન ગઝલોમાં ગુરૂ અને પરમાત્માને કેન્દ્રમાં રાખીને એમનો ગુણાનુવાદ, મહિમા ગાવામાં આવ્યો છે. પ્રભુ પ્રત્યેના સમર્પણ ભાવથી શરણાગતિની પણ અભિવ્યક્તિ થયેલી છે. નીચેનાં ઉદા. ઉપરથી આ વિગત વધુ સ્પષ્ટ થાશે. કવિ હંસસાગર
“શાંતિજિન શાંતિનાદાતા, તુજાગમ બિંબ જગ ત્રાતા
દુખિત ભરતે ક્ષમાદાતા, ગુરુ નિગ્રંથ વિચરતા.” કવિ પંડિત વીરવિજયજી
“સાંઇશું દિલ લગા પ્રાની, નિસાનું પર નવા બાની;
કરો ઘટ જલ ભરી જૈસા, ભરૂસા પિંડા કા તૈસા.” “પ્રભુ જેવો ગણો તેવો, તથાપિ બાલ તારો છું
તમે મારા જેવા સમા લાખો, પરંતુ એક મારે તું” આ. કલાપૂર્ણસૂરિ “ભૂલો પડ્યો છું ભવમહીં, ભગવાન રાહ બતાવજો,
જનમો જનમ ને મરણનાં, સંતાપથી ઉગારજો.” મુનિ ધુરંધરવિજય “દિનરાત ગૂરૂં તોય વહાલા કેમ રીઝતો નથી ?
અવિરત ઝરે આંસુનયનથી તોય ભીંજાતો નથી.” આ. દક્ષસૂરિ “પતિતપાવન તરન તારન, દુઃખી કે દુઃખ નિવારણ
અનાથોં કે સદા પાલન, કરો ભવ પાર ઉતારન.” આ. વલ્લભસૂરિ
પારસપ્રભુ નાથ તું મેરા, રટું મેં નામ નિત તેરા વિના તુમ નાથ જિન રાયા, ભવો ભવ દુઃખ બહુ પાયા.
[૩૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org