________________
પ્રકરણ - ૧ ગઝલઃ સ્વરૂપ વિધાન
ગઝલ અરબી સાહિત્યનો કાવ્યપ્રકાર છે. અરબસ્તાનથી ઈરાનની ફારસી ભાષામાં તેનો વિકાસ થયો. રાજકીય પરિસ્થિતિના પ્રભાવથી ગઝલ રચનાઓ વિશેષ થઈ હતી. મુસ્લિમ શાસનકાળ દરમ્યાન રાજ દરબારની ફારસી ભાષાનો સમાજના કેટલાક વર્ગના લોકોએ અભ્યાસ કર્યો હતો. લશ્કરના સૈનિકો સાથે વાતચીત કરવા માટે ઉર્દૂ-ફારસીના મિશ્રણવાળી ભાષા પ્રયોજાતી હતી. ઉર્દૂભાષાના વ્યવહારથી ગઝલ સર્વસાધારણ જનતા સુધી પહોંચી હતી. રાજ્યવહીવટની ફારસી ભાષા ગઝલના અવતાર માટે નિમિત્તરૂપ બની. ક્રમશઃ ગુજરાતી ભાષામાં ગઝક્લને સ્થાન મળ્યું.
“ગઝલ' વિશે સ્વરૂપલક્ષી વિચારણા કરતાં નીચે પ્રમાણેની કેટલીક વિગતો ઉપલબ્ધ થાય છે. ગઝલ એટલે હરણનું બચ્ચું, તીર ખૂંપેલા હરણની ચીસ. (ફિરાખ ગોરખપુરી) આ અર્થ મર્યાદિતપણે ન લેતાં સાહિત્યની રીતે લેવાનો છે. તેમાં ગઝલ શબ્દનું મૂળ તેના અર્થમાં હોય છે. ગઝલ નામનો એક પ્રેમી માણસ હતો તે ઉપરથી ગઝલ શબ્દ પ્રયોગ ઉદ્ભવ્યો છે. ગઝલ એટલે પ્રિયતમા સાથેની વાતચીત. શબ્દકોશમાં ગઝલનો અર્થ ફારસી રાગ-રેખતા છે. એટલે એવા રાગનું કાવ્ય.. ગઝલ માટે પ્રારંભિક અવસ્થામાં રેખતા શબ્દ પ્રયોગ થતો હતો એટલે ગઝલ એ રેખતાનો પર્યાયવાચી શબ્દ છે.
[૧૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org