________________
ન રાખે પાસ જે પૈસા, બીજાને બોજ નહીં જેનો; ના રાખે નારીની યારી, જીવનનું એજ સાર્થક છે. ૨ | ન કોઈ જીવને હણતા, નથી જાવું કદી ભણતા; ચોરીથી ચેતતા ચાલે, જીવનનું એજ સાર્થક છે. ૫ ૩ ૫ ગુર આધાર છે જેવો, બીજો આધાર નહીં એવો; સદા સુખ સગુરૂ સેવો, જીવનનું એજ સાર્થક છે. કે ૪ છે લેવાશે “ગુ' થકી અંધેર પ્રકાશી અર્થ છે રૂ' નો; પ્રકાશે અંધકારે એ, જીવનનું એ જ સાર્થ છે. | ૫ | ગુરૂ વિના જ્ઞાન નહીં આવે, દીપક વિણ ઘોર અંધારું; સદા સાચા ગુરૂ સેવો, જીવનનું એ જ સાર્થક છ. ૬ છે ગમે તેવા ગુરૂ ધારો, કહે છે એમ કોઈ પાર; કુતારૂ તેમ તે તજવા, જીવનનું એ જ સાર્થક છે. | ૭ | ગૂરૂ થઈ રાખતા ગાડી, વલી વાડી અને લાડી; એવાને નહીં ગુરૂ ગણવા, જીવનનું એજ સાર્થક છે. ૮ છે આહા ! શુભ ગુરૂ કરકમલે, અત્યંતર લક્ષ્મીનો વાસો; લુંટો એ લક્ષ્મીનો લાહો, જીવનનું એજ સાર્થક છે. જે ૯ છે જમાવી જાળ કુગુરૂએ, જગત એમાં ફસાણું છે; બચાવો આત્મ લબ્ધિથી, જીવનનું એ જ સાર્થક છે. ૧૦
પૂજા સ્તવનાદિ સંગ્રહ – પા. ૮૨
૩૨. જીવનનું એજ સાર્થક છે.
(ગઝલ-૩) ધંરમ ધન ધારજો ધીરો મુસીબત મોહની હરવા; ધરમધ્યાને રહો રાચી, જીવનનું એજ સાર્થક છે.
જે ૧ |
[૧૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org