________________
પરંપરાનું અનુસંધાન કરે છે.
બન્ને વિભાગની ગઝલો વાચક વર્ગને ગઝલનો રસાસ્વાદ માણવાની મન સ્થિતિમાં નિમિત્તરૂપ બનશે એવી શ્રધ્ધાપૂર્વક ધર્મપ્રેમી અને સાહિત્ય રસિક જિજ્ઞાસુ વર્ગ સમક્ષ જૈન સાહિત્યની ગઝલો પ્રગટ કરતાં અત્યંત હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું.
આર્થિક સૌજન્ય માટે ભટૂંકરોદય ટ્રસ્ટ ગોધરાના કાર્યકર્તાઓનો આભાર અને અનુમોદના.
મારી સંકલન પ્રવૃત્તિના અનન્ય પ્રેરક શ્રુતજ્ઞાનોપાસક પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિ અને પૂ. આ. શ્રી શીલચંદ્રસૂરિની અસીમ કૃપા અને માર્ગદર્શન માટે હું તેમનો અત્યંત ઋણી છું. મારી સંકલન અને સંશોધન પ્રવૃત્તિમાં ઊંડી દિલચસ્પીથી રસ ધરાવીને સહયોગ પ્રદાન કરનાર પ્રો. વીરસિંહ ચૌધરીનો હૃદયપૂર્વક આભાર માનું છું.
ગઝલના પુસ્તકની હસ્તપ્રત તૈયાર કરવામાં સહાય કરનાર શ્રીમતી રીટાબહેન શાહનો પણ ખૂબ ખૂબ આભાર.
મુદ્રણકાર્યમાં સહકાર આપવા બદલ અમૃત પ્રિન્ટર્સ, અમદાવાદનો પણ આભાર માનું છે.
ડૉ. કવિન શાહ
[૧૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org