SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયવૈવિધ્ય, રાગની વિશેષતા તત્વવિષયક ચિંતનાત્મક વિચારોની હૃદયસ્પર્શી અભિવ્યક્તિ એમની કલમની પ્રેરક પ્રસાદી વિશેષ પરિચય તો એમની ગઝલોમાંથી મળી શકે છે. ગઝલ સાહિત્યના પ્રથમ કોટિના કવિ લબ્ધિસૂરિ ધન્ય છે એ કવિને અને એમના જીવન કાર્યને ભાવનાનું સ્વરૂપ आत्मानं भावयीति भावना । આત્મામાં જે ભાવ ભાવે તેનું નામ ભાવના છે. ભાવનાનો સંબંધ આત્મા સાથે છે. જૈન દર્શનમાં બારભાવનાને અધ્યાત્મ સાધનામાં ઊંચું સ્થાન આપવામાં આવે છે. કવિ લબ્ધિસૂરિએ આ તાત્વિક વિષયને કેન્દ્રમાં રાખીને બાર ગઝલો રચી છે. કવિગત ભાવનાના વિચારોને આત્મસાત્ કરવા માટે તેનું સ્વરૂપ જાણવું જરૂરી છે. તીર્થંકર ભગવાન ચાર પ્રકારના ધર્મનો ઉપદેશ આપે છે. દાન-શિયળ-તપ અને ભાવ. તે દૃષ્ટિએ જિનવાણીમાં ભાવનાનો સમાવેશ થયો છે. ત્રણ પ્રકારનો ધર્મ કરનાર વ્યક્તિના મનમાં ભાવની વિશુધ્ધિ- ચઢતા પરિણામ કર્મનિર્જરા શુભ કર્મબંધનાં નિમિત્તરૂપ બને છે. Jain Education International ભાવ એ વ્યક્તિના અંતસ્તલમાં નિહિત પરિસ્થિતિ છે તેની અનુભૂતિ બાહ્ય વર્તન ૫૨થી કેટલેક અંશે નિહાળી શકાય છે. શુભભાવની દૃઢતા ભાવના નિષ્પન્ન કરે છે. રસ મીમાંસકો કાવ્યસાહિત્યમાં સ્થાયી ભાવને મહત્વનો ગણે છે. [૧૧૩] For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001186
Book TitleJain Sahityani Gazalo
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKavin Shah Bilimora
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy