________________
૧૦૯ (રાગ - છોટી મોટી સૈયારે જાલીકો મેરે ગુંથના) ગુરૂવર ભાખે રે મધુરી મીઠી દેશના, મધુરી મીઠી દેશના, સ્વ-પર સિદ્ધાંતની, વાતો પ્રરૂપી, વાતો પ્રરૂપી, સંશયો છેદે રે, ગુરૂજી ભવિ જીવના. ગુરૂવર૦ શિવસુખકારી, ભવદુઃખહારી, ભવદુઃખહારી, ગુરૂવરવચનોરે, મીટાવે ભવભેદના.. ગુરૂવર૦ ગુણવંતા ગુરૂજી મ્હાલે, સંયમરંગમાં, સંયમરંગમાં, આત્મારામીરે, ધોરી છે જિનધર્મને.. ગુરૂવર૦ ગુરૂરાજધર્મનો, રંગ લગાવી, રંગ લગાવી, બંધન તોડે રે, અનાદિ કર્મ પાશના.. ગુરૂવર૦ મમતાને છંડી, સમતાનારંગી, સમતાના રંગી, ટાળે વૈરાગ્યથીરે, વિકારો રાગ-દ્વેષના.. ગુરૂવર૦ મોહરાજાની, ફોજ હઠાવે, કોજ હઠાવે, શૂરવીર સોહેરે, સૈનિક જિનરાજના.. ગુરૂવર૦ તીર્થ જંગમ સખી, ગુરૂજી મળ્યા છે, ગુરૂજી મળ્યા છે, જ્ઞાન ખજાનારે, કરો રે ગુરૂસેવના.. ગુરૂવર૦ પંચમહાવ્રત, પાલનહારા, પાલનહારા, મહા ઉપકારી રે, કરે જે આત્મસાધના.. ગુરૂવર૦ કોટિ કોટિવાર નિત્ય, જંબૂકરે છે, જંબૂ કરે છે, એવા ગુરૂજીનાંરે, ચરણોમાં નિત્ય વંદના. ગુરૂવર૦
ધચચરિત્રની ગહેલી ૧૧૦(રાગ - દેખી શ્રી પાર્શ્વતણી મૂરતિ.) ધન્યકુમારતણી વાત સુણાવે, રંગ જમાવે મનોહારરે, ગુરૂરાજ આપે છે દેશના. દક્ષિણ દેશમાં, પેઇઠણ શહેરમાં; ધનસાર શેઠ કહાય રે.. ગુરૂ૦ પુત્રો છે ચાર તસ,ધનદત્ત ધનદેવ; ધનચંદ્ર ધન્યકુમારરે.. ગુરૂ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org