SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધી એહ નવપદ ધરી શુદ્ધભાવના, મયણાએ કરી શાસનકેરી પ્રભાવના, સમૃદ્ધિ સર્વ પામ્યા શ્રીપાળકુમારા.. આનંદ૦ એવા શ્રીનવપદને હો નિત્ય વંદના, જંબૂ કહે જે ટાળે કર્મોની ફંદના, નૈયા અમારી પ્હોંચાડે પાર કિનારા.. આનંદ૦ દીવાળીનીગડુંલી ૯૯ (રાજ - રખિયાં બંધાવો ભૈયા ..) ગુરૂવરવાણી ભવિયા, હૃદયમાં ધારો રે; મહાવીર દેવે ભાખી, સૂત્રે ગણધરે સ્થાપી. ભવિજનહિતને કરવા. હૃદયમાં૦ દીપકજ્યોતિ છે ભારી, ઝળહળતી તેજે અપારી, અંતરતિમિરને હરવા. હૃદયમાં૦ દીવાળીકલ્પની વાણી, સુણો હર્ષે ભવિપ્રાણી, આનંદ મંગળ વરવા . હૃદયમાં૦ પ્રભુવીરની અંતિમવાણી, અમૃતરસની ખાણી, ભવજલ પાર ઉતરવા . હૃદયમાં૦ પાવાપુરી શુભઠામે, નવ મલ્લિય લિચ્છવી નામે, મળિયા બહુ નૃપ સુણવા .. હૃદયમાં પ્રભુ જ્ઞાનની ચક્ષુ આપે, શિવપુરના માર્ગે સ્થાપે, મુક્તિપુરી જઇ વસવા .. હૃદયમાં૦ પ્રહર સોળ દેશના આપે, અજ્ઞાન જગતનું કાપે, સંસારના દુ:ખ હરવા .. હૃદયમાં૦ પ્રભુજી મહાવીર જિનરાયા, મોક્ષમાં આજે સિધાયા, અજર અમર પદ વરવા .. હૃદયમાં૦ આત્માની જ્યોતિ જગાવો, દીવાળીપર્વદીપાવો, જંબૂ કહે ભવ તરવા .. હૃદયમાં૦ Jain Education International ૩૦ For Private & Personal Use Only ८ ૯ ૧ 3 ૪ ૫ ૬ ૭ ८ ૯ www.jainelibrary.org
SR No.001175
Book TitleGurubhakti Gahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherJambuvijay
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy