________________
જંબૂકહે એવા ગુરૂજીને વંદના, ટાળે અનાદિકની ફંદના, જે શાસનના સાચા છે રાગી... ઓ ભવિ૦ ૭૭ (રાગ- નેમજીએ મોકલી માળા ગુલાબની) ગુરૂજીની વાણી અમૃતસારખી, મીઠી મનોહર લાગે, સંતાપ દૂર ભાગે, શ્રદ્ધા જાગે અંતરમાં ... શિવપુરના ગુરૂ સારવાહ, સાચો બતાવે મોક્ષનો રાહ, ઉપદેશ સુંદર આપે, મિથ્યાત્વને કાપે, આનંદ વ્યાપે હૃદયમાં... ગુરૂજીની૦ અજ્ઞાની જીવના છે તારણહાર, કલિયુગમાંહી વ્યાપ્યાઅંધકાર, સમકિતદીપ ગ્રગટાવે, તિમિરને હઠાવે, મિટાવે ફેરા સંસારના... ગુરૂજીની દેશ-વિદેશમાં કરે વિહાર, જૈન ધર્મનો કરે પ્રચાર કષ્ટ અનેક ઉઠાવે, હદય પલટાવે, પ્રગટાવે ધર્મની ભાવના... ગુરૂજીની૦ મૈત્રી-પ્રમોદ-કરૂણાના ભંડાર, મધ્યસ્થ ભાવના ભાવેએ ચાર, જ્ઞાનનીરેલરેલાવે, પ્રકાશમાં લાવે, ફેલાવે ધર્મ જગતમાં... ગુરૂજીની ગુણોતણા છે ગુરૂજીભંડાર, અઢારસહસશીલાંગનાધાર, પંચ મહાવ્રત પાળે, જીવન દિવ્ય ગાળે, અતિચાર ટાળે સંયમના... ગુરૂજીની એવા ગુરૂજીના ચરણમોઝાર,ત્રિકરણયોગે કોટિકોટિવાર, જંબૂ શિર નમાવે, ગુરુગુણ ગાવે, હર્ષ નમાવે હૃદયમાં અપાર ગુરૂજીની૦ ૭૮ (રાગ - લાખ લાખ દીવડાની આરતી ઉતારજો ...) લાખ લાખ ગુણોથી ગુરૂજી છે શોભતા, પંચ મહાવ્રતધાર ... નિત્યકરૂં ગુરૂજીને વંદના દશપ્રકારે યતિધમોને પાલતા, સંયમ સત્તર પ્રકાર.. નિત્યકરૂં ગુરૂજીને વંદના દશવિધવૈયાવચ્ચને કરતા, નવવિધ બ્રહ્મચર્યગતિને ધરતા, રત્નત્રયીના ભંડાર... નિત્ય કરું, બાહ્ય અત્યંતરદોય આદરતા, બાર પ્રકારે તપ આચરતા, નિગ્રહે કષાયો ચાર... નિત્ય કરૂં .
૫
૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org