________________
:
ભવસાગરમાં નિર્યામકજે, પંચ મહાવ્રતધારા; એવા ગુરૂના ચરણે જંબૂ, વંદે કોટિવારા. નૈયા જે પાર લગાવે ... ઓ આનંદ૦
૭૦ (રાગ - હવામે ઉડતા જાયે, મેરા લાલ દુપટ્ટા મલમલકા)
જિનવાણી ગુરૂજી સુણાવે,
એક ધર્મ શરણ છે ભવજલમાં .. ઓ જી ઓ જી. સૌ સાંભળો ભવિજન ભાવે,
એક ધર્મ શરણ છે ભવજલમાં .. ઓ જી ઓ જી.
સર સર સર સર કરતો દુર્લભ, માનવભવ વહી જાવે (૨)
કરો કમાણી ધર્મની ઝટપટ, ફરી ન અવસર આવે . જિનવાણી૦
ઝર ઝર ઝર ઝર વૈરાગ્ય ઝરતી, વાણીસુધા વર્ષાવે (૨)
ભર ભર ભર ભર વાણીસુધારસ, પીઓ ભવિજન ભાવે . જિનવાણી
ફર ફર ફર ફર કરતો ગગને, શાસનધ્વજ ફરકાવે (૨)
રણ રણ રણ રણ કરતો ગુરૂજી, ધર્મનો ઘંટ બજાવે . જિનવાણી
મીઠી મધુરી વાણી સુણતાં, દિલડાં ડગમગ ડોલે (૨)
સાર-અસાર નું જ્ઞાન કરાવી, દિવ્યચક્ષુને ખોલે ... જિનવાણી ડગ મગ ડગ મગ કરતી નૈયા ભવસાગરમાં તરાવે (૨)
જંબૂ કહે એવા ગુરૂવર, વંદું લળી લળી ભાવે ....... જિનવાણી
૭૧ (રાગ - આવો આવો દેવ મારાં સૂનાં સૂનાં દ્વાર ...)
આવો આવો નિત્ય, સુણો કરી એક ચિત્ત ગુરૂવાણી મનોહાર. દેવ-ગુરૂ ને ધર્મનું સાચું, સ્વરૂપ કહે ગુરૂરાજ, સુદેવ-સુગુરૂ-સુધર્મ જાણી, હર્ષ થયો અતિ આજ ... ગુરૂવાણી શુશ્રૂષાથી શ્રવણ કરીને, ગ્રહણ કરો ગુરૂવેણ, દિલમાંહી ધારો ભવિપ્રાણી, લાખેણાં ગુરૂકહેણ ... ગુરૂવાણી ઉહાપોહ તે ઉપર કરતાં, આનંદ થાય અપાર, અર્થજ્ઞાન ને તત્ત્વજ્ઞાનનો, પ્રગટે દીપ મનોહાર ... ગુરૂવાણી
૪૭
Jain Education International
For Private & Personal Use Only
૭
૧
૩
www.jainelibrary.org