________________
સંવરીને હારબંધી, કર્મબંધનની કરે, શાસ્ત્રને સિદ્ધાંતરૂપી, જ્ઞાનદીપકકર ધરે....ધન્ય૦ કિયાધારી સંયમી જે, આત્મમંદિર શોધતા, દૂરટાળે કર્મ કચવર, આશ્રવોને રોધતા... ધન્ય૦ ક્રોધને જીતે ક્ષમાથી, નમ્રતાથી માનને, જીતે માયા સરલતાથી, લોભને સંતોષધને...ધન્ય૦ જંબૂકહે એવા ગુરૂજીને, નિત્ય વંદું ભાવથી, ભવાટવીથી જે ઉતારે, શિવપુરના સારથિ ... ધન્ય૦ ૬૭ (રાગ - જીવનકી નાવ નડોલે ...) ગુરૂવરની વાણી સુણી રે, ધન્ય બને જન્મ અમારે; જાગી છે ભાગ્યદશા રે, ધન્ય બને જન્મ અમારે. ગુરૂજી જ્ઞાનમય, અમે અજ્ઞાનમય, અજ્ઞાન દૂર નિવારે - ધન્ય૦ વીતરાગદેવની, પાવનકારી, વાણીનો મંત્ર ઉચારે - ધન્ય૦ ભવ અનંતનું, વ્યાપેલું અંગમાં; મોહતણું ઝેર ઉતારે - ધન્ય૦ રાગ ને વેષરૂપી, વાઘને સિંહથી; ગુરૂરાજઅમને ઉગારે - ધન્ય૦ ક્રોધાદિ ચોરને, દૂરે હઠાવી; ભવાન પાર ઉતારે - ધન્ય૦ અમોઘવૈરાગ્ય શાસ્ત્રને હાથમાં આપીને ભીતિ નિવારે - ધન્ય૦ એવી મનોહર, વાણીથી વ્યાપે, આનંદઅંગે અમારે - ધન્ય૦ દેશ-વિદેશમાં, જિનેશ્વરદેવનો; અહિંસાધર્મ પ્રચારે - ધન્ય૦
જંબૂકહે એવા, ગુરૂજીને વંદું; નૈયા લાવે કિનારે - ધન્ય૦ .૬૮ (રાગ - દેખી શ્રી પાર્શ્વતણી મૂરતિ ....)
આવો આવોને ભવિ વ્યાખ્યાન સુણવા, ભુવનવિજય ગુરૂરાજરે. ધર્મ તણી આપે છે દેશના ઉપદેશ ધારે, જન્મ સુધારે; વધારે પુણ્યની રાશરે - ધર્મતણી) જ્ઞાન પ્રગટાવે, અજ્ઞાન હઠાવે; મટાવે ભવસતાપરે - ધર્મતણી
૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org