SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ કાચની કાયા ખોટી માયા, પરભવમાં કોઇ સાથેન આવે... ગુરૂવર૦ પૂર્વજન્મથી એકલો આવ્યો, એકલો જીવ પરભવમાં જાવે... ગુરૂવર૦ ધર્મ છે સાચું ધન એક જગમાં, ભવભવમાંહે સુખી બનાવે... ગુરૂવર૦ ગુણો અનંતા છે સત્તામાં, આવરણો દૂર કરી પ્રગટાવે... ગુરૂવર૦ પુણ્યવંતા ભવિ વ્યાખ્યાન સુણવા, ગુરૂમંદિર નિત્ય આવો ભાવે. ગુરૂવર૦ કાઝની નૌકાસમા ગુરૂરાજા, પોતે તરે ને બીજાને તરાવે... ગુરૂવર૦ એવા ગુરૂજીના ચરણે જંબુ, કોટિ કોટિ શિર નમાવે . ગુરૂવર૦ ૬૪ (રાગ - મોહનકી મુરલીયાં બાજે...) ગુરૂવાણીવીણા વાગે, ઓ ... ઉપદેશ મનોહર લાગે, શ્રી વીતરાગ જિનેશ્વરદેવે, ભાખી અમીયસમાણી; ગણધરદેવને હાથે અંગ-ઉપાંગરૂપે ગુંથાણી. વાણીને ગુરૂજી સુણાવે..ઓ...ઉપદેશ૦ વૈરાગ્યરસથી પૂર્ણ ભરેલી, ઉપશમઅમૃત ઝરતી; ભવસંતાપ પેલા જીવના, સંતાપો દૂર હતી. ગુરૂવાણી સુધા વષવે.. ઓ ઉપદેશ મિથ્યાત્વતરૂવરને ગુરૂજી, મૂળમાંથી ઉખાડે; સિંચી વચનામૃત નિરંતર, ધર્માકુર ઉગાડે. સદ્ગતિ-શિવસુખફળ થાવ. ઓ... ઉપદેશ૦ ગુરૂવાણીની વીણામાંથી પ્રગટે આનંદકારી; સપ્તભંગી ને સાત નયોરૂપી, સાત સ્વર મનોહારી. અનુયોગો ચાર બતાવે.. ઓ ઉપદેશ૦ અજેય નયચક્રથી ગુરૂજી, ચક્રવર્તી થઇ ફરતા; અનેકાન્તનો આશ્રય લઇને, પરમતછેદન કરતા. શાસનનો ધ્વજ ફરકાવે .. ઓ ઉપદેશ૦ પંચમહાવ્રત પાલનહારી, જ્ઞાન-ધ્યાન મનોહારી; આત્મરમણતામહીમતા, પુદ્ગલસંગનિવારી. પરમાતમધ્યાન લગાવે.. ... ઉપદેશ ૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001175
Book TitleGurubhakti Gahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherJambuvijay
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy