________________
શૈલી સુંદર શ્રોતાઓનાં ચિત્ત હરે, સુણી હર્ષભવિકોનાં દિલડાં ઠરે, હૈયું આનંદથી ઉભરાય...વાણી ગુરૂવરની હૈયું ગુરૂજીનાં ચરણોમાં વંદન કરૂં,કર્મસંચિત અનાદિનાં દૂર હj, નિત્ય જંબૂ ગુરુગુણ ગાય..વાણી ગુરૂવરની૦ ૬૧ (રાગ - લાખ લાખ દીવડાની આરતી ઉતારજો ...) નિત્ય નિત્ય ગુરૂવાણી સુણવાને આવજો, બોધ ભર્યો છે અપાર, ઉછળે છે ઉર્મિ આનંદની. વાણી સુણીને તમે દિલમાં ઉતારજો, કરજો જીવનને ઉજમાળ, ઉછળે છે ઉર્મિ આનંદની. વૈરાગ્યનાંરસ ઝરણાં ઝરે છે, સુણી શ્રોતાઓનાં દિલડાં ઠરે છે, 'પ્રગટે છે હર્ષ અપાર... ઉછળે છે૦ અધ્યાત્મઅમૃતનું પાન કરાવે, વાણીસુધારસ ગુરૂજી વર્ષાવિ, જ્ઞાનતાણા ભંડાર... ઉછળે છે૦ જ્ઞાનની જ્યોતિ દિલમાં પ્રગટાવે, મોહતિમિરને દૂર હઠાવે, હરે અજ્ઞાનઅંધકાર... ઉછળે છે૦ જિનવર દેવનાં વચનો રસાળાં, તેની બનાવે સુંદરમાળા, સૂત્રે ગુંથીને ગણધાર, ઉછળે છે૦ એવી મંગળમાળા કંઠમાં ધારજો, માનવજીવનને સફળ બનાવજો, કરજો આત્માનો ઉદ્ધાર... ઉછળે છે૦ ગુરૂજી છે પંચ મહાવ્રતધારા, ધરે શીલાંગ અઢાર હજારા, પાળે છે અક્ષત આચાર... ઉછળે છે૦ અષ્ટ પ્રવચનમાતાને પાળતા, દૂષણોસઘળાં દૂર જ ટાળતા, શિરે જિનઆણા ધરનાર, ઉછળે છે૦ જંબૂકહે એવા ગુરૂજીને વંદના, ટાળે અનાદિકની ફંદના, ઉતારે ભવજલથી પાર... ઉછળે છે૦
૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org