________________
તાપતપેલાં દિલ અમારાં, સુણવાવાણી તલસે. હો સુણવાવાણી તલસે. મીઠી મધુરી અમૃતસરખી, વાણી ગુરૂજી વરસે. ગુરૂજી૦ પંચમહાવ્રતપાલનહારા, સમતામાંહિરમતાહો...રમતા, ધર્મતણો ઉપદેશ કરીને, કરતા દૂર મમતા. ગુરૂજી) સર્વજગતમાં શોધી શોધી. ધર્મગુરૂઓ પંખ્યા. હો-પેખ્યા, જૈનમુનિવર જેવા સાચા, ગુરૂજી મેંનહીંÈખ્યા. ગુરૂજી૦ વૃક્ષ ઉપર જેમ પંખી સર્વે, આવી આશ્રય લેવે. હો... લેવે, શાંતિચાહક ભવ્યજીવો તિમ, ગુરૂની છાયાસેવે. ગુરૂજી૦ માટી જેવી કાયા અંતે, માટીમાં મળી જાશે. હો... જાશે, જરા અવસ્થામાંહિ ઇંદ્રિય, - શક્તિ ઓછી થાશે. ગુરૂજી૦ તે પહેલાં લો ધર્મને સાધી, નરભવ સફળો થાવે હો... થાવે. સોનેરીઆ સુંદર અવસર, વારંવાર ન આવે. ગુરૂજી૦ ધર્મની સાચી શ્રદ્ધા ગુરૂજી, રગરગમાં પ્રગટાવે. હો...પ્રગટાવે. આત્માની સન્મુખ બનાવી, સાચો રંગ લગાવે ગુરૂજી૦ સોના કેરો સૂરજ ઉગ્યો, આંગણે મારે આજે હો... આજે ધર્મપતાકા ફરફરફરકે, શાસનડંકો બાજે.ગુરૂજી૦ જંબૂકહે એવા ગુરૂવરનાં, ચરાણો વંદુ ભાવે હો...ભાવે ભવસાગરમાં જેહઅમારી, નૈયાપાર લગાવે ગુરૂજી૦
૩૦ (રાગ - જબ તુમ હી ચલે પરદેશ...) જિનવચન સુણાવે આજ, ગુરૂમહારાજ, સખી આજ અમારા, પ્રગટ્યા છે પુણ્ય સિતારા. ગણધરથી જેહ ગુંથાણી છે, જે અમૃતરસની ખાણી છે, એવી જિનવાણી કહી કરતા ઉપકારા... પ્રગટ્યા છે૦ ગુરૂ શુદ્ધસ્વરૂપના ધારક છે, જ્ઞાન-દર્શન-ચારિત્રપારક છે, શુદ્ધશ્રદ્ધાને જે અંતરમાં ધરનારા... પ્રગટ્યા છે૦
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org