________________
પ્રસ્તાવના પૂજ્ય પિતાશ્રી સદ્ગુરૂદેવ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજ સાથે પૂજ્ય પ્રાતઃસ્મરણીય ગુરૂદેવે સં. ૨૦૦૫માં બાલાપુર ચોમાસું કરેલું. ચોમાસા દરમ્યાન પૂજ્ય ગુરૂદેવે સહજતાથી સ્વાભાવિક જ ગુરૂના ગુણોને ગીતોમાં ગુચ્યાં... અને વ્યાખ્યાન દરમ્યાન બહેનોએ તેને ગાયાં. પહેલાં તો અમૂક સમય કાગળીયા રૂપેજ એ ગીતો રહ્યો. પછી સં. ૨૦૦૬માં આકોલામાં ચોમાસું કર્યું. ત્યાં પૂજ્ય ગુરૂદેવ મુનિરાજશ્રી ભુવનવિજયજી મ.સા.ને ઈચ્છા થઈ કે આ કાગળીયાં ને પુસ્તકરૂપે બહાર પાડીએ. અને આ રીતે સં. ૨૦૦૭ અક્ષય તૃતીયાને દિવસે તે કાગળીયાં “ગુરુગુણ ગણુંલી સંગ્રહ” રૂપે લોકો સમક્ષ પ્રગટ થયાં. આજે એ વાતને લગભગ ૪૭ વર્ષ વીતી ગયાં, પણ... અમારા પુણ્યના ઉદયે... નાના આસંબીયા (કચ્છ) ચોમાસા દરમ્યાન એક બહેનની પાસે આ પુસ્તક જોવામાં આવ્યું. જોતાં જ અમે ખુશ થઈ ગયાં. અમારા ગુરૂદેવ આવા સુંદર રચયિતા પણ છે તેનો ખ્યાલ અમને હવે જ આવ્યો. આટલા વર્ષો દરમ્યાન પુસ્તક કોઈના કબાટમાં જ પડેલું રહ્યું હશે. હવે તે રત્નને પ્રકાશિત કરવાની અમારી પ્રબળ ઈચ્છા થઈ પણ... નિસ્પૃહી... ત્યાગી... પ્રસંશાથી દૂર ભાગનારા... પૂજ્ય ગુરુદેવ એમ શાનાં હા પાડે... છતાં મહાપુરૂષ છે ને ! કરૂણા જેના જીવનમાં વહેતી હોય, અમારા આગ્રહને ધ્યાનમાં લઈને અમને કહયું કે તમને યોગ્ય લાગે તેમ કરો... બસ આવો ઢીલો હોંકારો મળતાંજ અમે આ કામને હાથમાં લીધું.
પૂજ્ય ગુરૂદેવની કૃપાથી અને પૂજ્ય સંઘમાતા શતવર્ષાધિકા, પૂ.બા મહારાજશ્રી મનોહરશ્રીજી મહારાજ (પૂ. જંબૂવિજયજી મ.સા.ના માતૃશ્રી) તથા પૂ. સેવાભાવી ગુરૂદેવ શ્રી સૂર્યપ્રભાશ્રીજી મહારાજના આશીર્વાદથી આ કામ અત્યંત અલ્પ સમયમાં નિર્વિપ્ન પૂર્ણ થયું છે તેમાં પાટણ નિવાસી વ્રજલાલ ત્રિકમલાલ શાહના સુપુત્ર મયુરભાઈનો ઘણો મોટો ફાળો છે.
અંતમાં આ નાનકડી પુસ્તિકા પણ ગુરૂગુણોનો વિરાટ સાગર ગુરૂદેવના ગુણ ગાવામાં લોકોને ઉપયોગી બને એજ મંગલકામના. સંવત ૨૦૫૩ આસો વદ ૧૨ નાના આસંબીયા તા. માંડવી (કચ્છ) પીન-૩૭૦૪૮૫
- મનોહરસૂર્યશિશુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org